ડીસા ખાતે 18 ફેબ્રુઆરી 2020ના રોજ ડીસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર કચેરી બનાસકાંઠા અને ડીસા ચૂંટણી અધિકારીના કલેકટર ડીસાના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીસા શહેરના મામલતદાર લાલજીભાઈ મકવાણાએ લીલી ઝંડી આપી બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતીબેન દેસાઈ નોડલ, પ્રવીણભાઈ સાધુ આરસી નોડલ, અલ્પેશભાઈ પ્રજાપતિ જેમાં અનેક અધિકારીઓ જોડાયા હતા.
બાઈક પર મતદાન જાગૃતિના સ્લોગન લગાડવામાં આવ્યા હતા સાથે સૂત્રોચ્ચાર કરતા હતા મામલતદાર કચેરી, સરદારબાગ ગાંધી ચોક, બજાર જેવા અનેક વિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન કરાયું હતું આગામી કાર્યક્રમો અને જાણકારી માટે અંતે નાયબ મામલતદાર આર.ડી. પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
From – Banaskantha Update