ગુજરાત યુનિવર્સિટીનો 71મો કોન્વોકેશન 5 જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હૉલમાં યોજાયો હતો. આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના અનેક વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને ડીગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ડીસાના પીઢ પત્રકાર શંકરભાઈ કતીરાની પુત્રી રાજવી શંકરભાઈ કતીરા પણ હતી. રાજવીને ગુજરાતમાં બૌદ્ધિક સંપદા અધિકારોમાં પ્રથમ હોવા બદલ રાજ્યપાલ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
રાજવી હાલમાં અમદાવાદમાં કાનૂની સલાહકાર તરીકે સેવા આપે છે, જ્યાં તેણી કોપીરાઈટ અને ટ્રેડમાર્ક મુદ્દાઓની જવાબદારી સંભાળે છે. તેણીના કામ ઉપરાંત, તે Ph.Dની તૈયારી પણ કરી રહી છે. રાજ્યપાલે રાજવીને તેની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
From – Banaskantha Update