પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક ચાલકે બાઈકચાલકને ટક્કર મારતા મોત

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અમીરગઢ – પાલનપુર હાઈવે પર અમીરગઢ તાલુકાની હદમાં બાલારામ પાસે ટ્રક અને બાઇકનો અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

બનાસકાંઠાના અમીરગઢ પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ ચાલકએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માત થયાની જાણ થતાં L&T સ્ટાફ રહેમત તુલ્લા સિંધી જવેદભાઈ કમલેશભાઈ ઝાલા અને અરબાઝભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં બાલારામ પુલથી ચિત્રાસણી સુધી પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત્રી સુધી ટ્રાફિક યથાવત રહ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!