પાંથાવાડામાં શિક્ષક દ્વારા વૃક્ષો વાવવાનો નવતર પ્રયોગ

Share

બનાસકાંઠા જીલ્લાના પાંથાવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ‘ વૃક્ષો વાવો વરસાદ લાવો’ એવા સ્લોગન સાથે માટીના લાડુ બનાવી તેમાં વૃક્ષના બીજ મૂકી વૃક્ષો વાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

[google_ad]

બનાસકાંઠા સહીત સમગ્ર ભારત દેશમાં પર સતત વધી રહેલા ગ્લોબલ વોર્મિગ અને પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષો રોપણ કરવા જરૂરી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં આવેલ પાંથાવાડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં પ્રવિણકુમાર બારોટ અને ભરતભાઇ પરમાર દ્વારા બુધવારે શેરી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ધો. 6 માં ભણતાં બાળકો દ્વારા માટીના લાડુ બનાવી તેમાં વૃક્ષોના બીજ મૂકી તે લાડુ ગામમાં આવેલા ભાખર પર જઇ નાખવામાં આવ્યા હતા અને ભાખર પર તેમજ વન વગડામાં ‘વૃક્ષો વાવો વરસાદ લાવો’ ના સ્લોગન સાથે નવતર પ્રયોગ કરવાં આવ્યો છે.

 

From – Banaskantha Update


Share