ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયાસોથી વધુ એક ગ્રાહકને ન્યાય મળ્યો

- Advertisement -
Share

ગ્રાહકને રૂ. 73,500 ચૂકવવા ગ્રાહક અદાલતનો હુકમ

વિશ્વના સૌથી મોટો વર્ગ એટલે કે ગ્રાહક વર્ગ આજે શોષાઇ રહ્યો અને પીડાઇ રહ્યો છે . આ શોષિત અને પીડીત ગ્રાહકની પડખે ગુજરાતની જાણીતી ગ્રાહક હીત, હક્ક અને રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસા ઉભી છે. આવા શોષિત અને પીડીત ગ્રાહકોને ન્યાય અપાવવાની કામગીરી કરી રહી છે.

આ અંગેની વિગત એવી છે કે, કાંકરેજ તાલુકાના હદગામમાં રહેતાં ભરતકુમાર હેમરાજભાઇ પ્રજાપતિ માલ-સામાનની હેરાફેરી કરી છૂટક મજૂરી કરી તેમનું ગુજરાત ચલાવે છે અને તેના માટે તેઓએ અશોક લેલન્ડ કંપનીની છોટાહાથી ગાડીની ખરીદી કરી હતી.

 

જોકે, ગાડીના એન્જીનમાં સમસ્યા થતાં ગ્રાહકે સદર ગાડી કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટર આગવાન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ હિંમતનગરમાં રીપેરીંગ માટે મૂકી હતી.
પરંતુ આગવાન મોટર્સ છે 68 દિવસ સુધી ગાડી તેમના ત્યાં પડી રાખી અને રીપેર કર્યાં વગર જ ગ્રાહક પાસેથી રૂ. 21,000 વસૂલ કરીને પરત આપી હતી.

 

ગ્રાહકે ગાડી રીપેર કરી આપવા માટે ખૂબ જ આજીજી કરવા છતાં અશોક લેલન્ડ કંપનીના ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટરે ગ્રાહકની રજૂઆતને ધ્યાને લીધી નહી અને રૂ. 21,000 જેવી માતબર રકમ વસૂલ કરતાં ગ્રાહકે ગુજરાતની જાણીતી ગ્રાહક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ-ડીસાના પ્રમુખ
કિશોરભાઇ દવેને રૂબરૂ મળી લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદના અનુસંધાને કિશોરભાઇ દવેએ નોટીસ વગેરેની કાર્યવાહી કર્યાં બાદ બનાસકાંઠા ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી.

 

ફરિયાદના કામે કિશોરભાઇ દવેની ધારદાર રજૂઆતોને ગંભીરતાથી લઇ બનાસકાંઠા જીલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય બી.જી.આચાર્યની જ્યુરીએ આગવાન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ
હિંમતનગરને ગાડી રીપેર ન કરી 68 દિવસ સુધી ગાડી પોતાના ત્યાં પડી રાખી સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિ આચરેલ હોવાનું ઠરાવી ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.

 

ગ્રાહક અદાલતે આપેલ ચૂકાદા મુજબ આગવાન મોટર્સે ગ્રાહક પાસેથી વસૂલ લીધેલ રૂ. 21,000 ઉપરાંત 9 ટકા વ્યાજ અને 68 દિવસ સુધી ગાડી પડી રહેલ હોવાના કારણે ગ્રાહકને થયેલ નુકશાનની રકમ રૂ. 50,000 પણ ટકા વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસના મળી રૂ. 2,500 ચૂકવી આપવા હુકમ ફરમાવેલ છે.
ગુજરાતના જાણીતા ગ્રાહક ચળવળકાર અને શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઇ દવેએ ચૂકાદા સંદર્ભે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, ‘એક એવો ગ્રાહક કે જેનું ગુજરાન જે ગાડી
ઉપર નિર્ભર છે તે ગાડી કોઇપણ કારણ સિવાય 68 દિવસ સુધી મૂકી રાખવી અને રીપેર કર્યાં વગર રૂ. 21,000 વસૂલ લઇને પરત આપવી તે સ્પષ્ટપણે સેવામાં ખામી અને અનૈતિક વેપાર પદ્ધતિનું આચરણ છે.
શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ સંસ્થા હરહંમેશ શોષિત અને પીડીત ગ્રાહકોની પડખે ઉભી છે અને તેઓને ન્યાય અપાવવા માટે હર હંમેશ તૈયાર છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!