ડીસાના ટેટોડા નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂ ભરેલી સ્કોર્પિયો કાર સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 10,18,336 નો મુદ્દામાલ જપ્ત કર્યો : 6 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીસા-ધાનેરા હાઇવે પર ટેટોડા ગામ નજીકથી વિદેશી દારૂ ભરીને આવતી સ્કોર્પિયો કારને ઝડપી લઇ દારૂ અને કાર સહીત રૂ. 10,18,336 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાની પ્રવૃત્તિ બદલ કુલ 6 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાનું નેટવર્ક મોટાપાયે ચાલી રહ્યું છે.
જેમાં રાજસ્થાનના સાંચોરથી બનાસકાંઠા જીલ્લાના માર્ગો પર થઇને વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આવી રહ્યો હોવાની બાતમી ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલની મળી હતી.
જેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ડીસા-ધાનેરા હાઇવે પર ટેટોડા ગામ નજીક વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે અલગ-અલગ વાહનોનું ચેકીંગ શરૂ કરતાં સફેદ કલરની એક સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

પોલીસે રૂબરૂ તપાસ કરતાં કારમાંથી દારૂ અને બિયરની કુલ 2,088 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રૂ. 3,18,336 ની કિંમતનો દારૂ અને બિયર તેમજ રૂ. 7,00,000 ની સ્કોર્પિયો કાર સહીત કુલ રૂ. 10,18,336 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે સ્કોર્પિયો કારના ચાલક અરજણ રબારીની અટકાયત કરી હતી. જ્યારે પોલીસે ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું નેટવર્ક ચલાવવા બદલ લક્ષ્મણરામ વિરમાજી દેવાસી (રબારી), સુરેશ બિસ્નોઇ, રમેશ
કરશનજી રબારી, મહેન્દ્રસિંહ વાઘેલા ઉર્ફે ગનુભા અને સ્કોર્પિયો ગાડીના માલિક સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તમામની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!