ડીસામાં એક બંધ મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

ડીસા ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ડીસાની વસુંધરા સોસાયટીમાં મોડી સાંજે એક બંધ મકાનમાં શોર્ટ-સર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ છે.
આગમાં ટી.વી. અને ફ્રીજ સહીત ચીજવસ્તુઓ બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ડીસા ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા વસુંધરા સોસાયટીમાં એક બંધ મકાનમાં મોડી સાંજે શોર્ટ-સર્કીટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતાં જ મકાનમાં ટી.વી. અને ફ્રીજ સહીતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
અને જાણ કરતાં ડીસા ફાયર-ફાઇટરની ટીમ પણ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચાલુ કર્યો હતો. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગમાં ઇલેક્ટ્રીક ઉપકરણો બળીને ખાખ થઇ જતાં મકાન માલિક વેરશીભાઇ પ્રજાપતિને નુકશાન થયું હતું. જોકે, ઘર બંધ હોવાના કારણે સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!