કેરીઓની રક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ અને 6 કુતરાઓ : આ કેરીના ભાવ છે લાખોમાં, જાણો શું છે એવું તો વિશેષ…

- Advertisement -
Share

જબલપુર: ફળોનાં રાજા કેરી ન ફક્ત ભારત પણ આખી દુનિયામાં લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવે છે. વિભિન્ન જાતની કેરીનો ભાવ અલગ અલગ હોય છે. કેરીની સિઝનમાં કેરીનાં બાગની રખેવાળી થવી આપણાં દેશમાં એક સામાન્ય વાત છે. બાગમાંથી નીકળતા બાળકો કે આસ પાસથી જતાં લોકોનું મન ઝાડ પર લટકતી કેરીઓ જોઇને લલચાઇ જાય છે.

 

 

એવાંમાં કેરીનાં બાગનાં માલિકની મજબૂરી હોય  છે  તે તેનાં બાગની રખેવાળી કરે કે કરાવે છે. પણ આપને જાણીને હેરાની થશે કે, મધ્યપ્રદેશનાં જબલપુરનાં બાગમાં કેટલીક કેરીની રખેવાળી માટે બાગનાં માલિકને એક બે નહીં પણ ચાર ચોકીદાર અને 6 કુતરાં તૈનાત કરવાં છે.

ખરેખરમાં મધ્ય પ્રદેશનાં જબલપુર શહેરનાં 25 કિલોમીટર દૂર નાનખેડાં ગામનાં સંકલ્પ પરિવાર નામનાં એક વ્યક્તિનો કેરીનો બગીચો છે. આ બાગમાં મિયાઝાકી કેરીનાં કેટલાંક ઝાડ છે. આ કેરીની એક જાત છે. કહેવાય છે કે, મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરીમાંથી એક હોય છે.

 

 

બજારમાં તેનો ભાવ 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય છે. જોકે, બાગનાં માલિકનું કહેવું છે કે, હાલમાં તેમની પાસે 21,000 સુધીની ડિમાન્ડ આવી છે. પણ તે હાલમાં આ કેરીને વેંચશે નહીં. તેનું કહેવું છે કે, પહેલાં આ કેરી મહાકાલને સમર્પિત કરવામાં આવશે પછી જ તેનો વેપાર કરવામાં આવશે.

 

 

બાગનાં માલિક સંકલ્પ પરિવારનું કહેવું છે કે, ગત વર્ષે કેરી ચોરી થઇ ગઇ હતી. લોકો આવે છે જુએ છે. તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આટલી સિક્યોરિટી રાખવામાં આવી છે. સંકલ્પનાં બગીચામાં 14 પ્રકારની કેરીનાં ઝાડ છે. આ ઉપરાંત બાગમાં દાડમ અને અન્ય ફળનાં પણ ઝાડ છે.

મધ્ય પ્રદેશ બગીચા વિભાગનાં એક વરિષ્ટ અધિકારીનાં જણાવ્યાં મુજબ મિયાઝાકી કેરી ભારતમાં ખુબજ દુર્લભ છે. તેનાં મોંઘા હોવાને કારણે તેની ઓછી આવક અને મીઠો સ્વાદ છે. આ કેરી ન ફક્ત જોવામાં અન્ય કેરીથી અલગ છે. પણ ઘણાં દશમાં તો લોકો આ આમને ગિફ્ટ તરીકે પણ આપે છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!