ડીસામાં નાસ્તાના વેપારીની અનોખી માનતા : ભાજપના ઉમેદવાર વિજય થતાં ગરીબોને પાઉંભાજીનું વિતરણ કર્યું

- Advertisement -
Share

વેપારીની ચૂંટણી સમયની માનતા પૂર્ણ થઇ

 

ડીસામાં નાસ્તાના વેપારીએ ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર વિજય થશે તો ગરીબોને 1100 પાઉંભાજી ખવડાવવાની માનતા રાખી હતી. ચૂંટણીમાં વિજય થતાં વેપારીએ ધારાસભ્યના હસ્તે ગરીબોને પાઉંભાજીનું વિતરણ કરાવ્યું હતું.

ડીસાના એરપોર્ટ સર્કલ નજીક શિતલભાઇ માળી નામના વેપારીની નાસ્તા હાઉસ નામની દુકાન આવેલી છે. વેપારીએ વિધાનસભાની ચૂંટણી સમયે ડીસા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ માળી વિજય થશે તો ગરીબોને 1100 પાઉંભાજી ખવડાવવાની માનતા રાખી હતી.
જે બાદ ચૂંટણીમાં પ્રવિણભાઇ માળીનો ભારે બહુમતીથી વિજય થતાં નાસ્તા હાઉસના વેપારી શિતલભાઇ માળીએ ધારાસભ્ય પ્રવિણભાઇ માળીના હસ્તે ગરીબોને પાઉંભાજી વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સંજયભાઇ બ્રહ્મભટ્ટ અને સંજયભાઇ ગેલોત સહીત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!