પાલનપુરમાં જી.ડી. મોદી કોલેજના વિદ્યાર્થીઓ વહેલા આવતાં સિક્યુરીટીએ રોકતાં હંગામો મચાવ્યો

- Advertisement -
Share

વિદ્યાર્થીઓ વહેલા આવી બેસી રહેતાં ઝઘડા થાય છે : કોલેજ સૂત્રો

 

પાલનપુર જી.ડી. મોદી કોલેજમાં શુક્રવારે વિદ્યાર્થીઓ વહેલા આવી જતાં સિક્યોરીટીએ અટકાવતા હંગામો મચાવ્યો હતો. જ્યાં કોલેજ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમય પહેલાં આવી જાય જેના કારણે કોલેજમાં ઝઘડાઓ ન થાય તે માટે રોકવામાં આવ્યા હતા.

પાલનપુર એરોમા સર્કલ નજીક આવેલ જી.ડી. મોદી કોલેજમાં શુક્રવારે સવારે આર્ટસ,કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓને કોલેજના દરવાજા આગળ સિક્યોરીટી દ્વારા અટકાવતા તમામ વિદ્યાર્થીઓ ભેગા મળી હંગામો મચાવ્યો હતો. અંતે મામલો શાંત પડયો હતો.

 

આ અંગે કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘કોલેજમાં મોટાભાગના વિદ્યાર્થીઓ વહેલા આવી જાય છે. જેના કારણે કોઇ અસામાજીક તત્વો અંદર ઘૂસી જાય અને ઝઘડાઓ ન થાય તે માટે વિદ્યાર્થીઓને આપેલ સમયે
કોલેજમાં આવવાનું હોય તેની 15 મિનિટ પહેલાં પ્રવેશ આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ વહેલા આવતાં અટકાવવામાં આવતાં હંગામો સર્જાયો હતો.’

 

પાલનપુરમાં ઘણી બધી કોલેજો આવેલી છે પરંતુ જી.ડી. મોદી કોલેજ બહાર કેટલાંક વિદ્યાર્થીઓ જમાવડો કરી બેઠા હોય છે. જેને લઇ અનેકવાર ઝઘડાઓ થતાં હોય છે.
2 વાર કોલેજમાં તલવારો વડે હુમલો કર્યાંની ઘટના ઘટી ચૂકી છે. જેથી આ જમાવડો બંધ થાય તેવા કોલેજ દ્વારા પગલાં ભરવામાં આવે તેવી શહેરીજનોની સહીત વાલીઓની માંગ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!