બનાસકાંઠા કોરોના પ્રભારી અને ગ્રામ્ય વિકાસ કમિશ્નર વિજય નહેરા ગતરોજ બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ અધિકારીઓ સાથે કોરોનાને લઈને બેઠક કર્યા બાદ ડીસા આવી અને પાટણ જવા રવાના થયા હતા.
ત્યારે જુનાડીસા પાસે માટી ભરીને આવી રહેલ ટ્રેકટરએ ગાડીના સાઈડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં વિજય નહેરા અને ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો.
જ્યારે ગાડીને નુકસાન થયું હતું જોકે તે સમયે પોલીસ પાયલોટીંગ હોવાના કારણે તેઓ દોડી આવ્યા હતા. ઘટના બાદ ડીસા નાયબ કલેકટર, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દોડી આવ્યા હતા.

અન્ય ગાડીની વ્યવસ્થા કરી કમિશ્નર વિજય નહેરાને રવાના કર્યા હતા જ્યારે ગાડી અને ટ્રેકટર પોલીસ મથકે લાવી ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
From – Banaskantha Update