દાંતામાં તસ્કરોએ મંદિર, દૂધ ડેરી તેમજ દુકાનમાં કર્યો હાથફેરો : ઘટના થઇ CCTVમાં કેદ

Share

દાંતાના મોટાસાડા ગામે તસ્કરોએ મંદિર, દૂધ ડેરી સહિત દુકાનોમાંથી લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ દોર શરૂ કર્યો.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોની ગેંગ સક્રિય થઇ છે એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે આ ચોરીની ઘટના બનતા પોલીસ પર પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે.

[google_ad]

 

ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસાડા ગામે મંદિર દૂધ ડેરી તેમજ દુકાનોમાં તસ્કરોની ગેંગ હાથ ફેરો કર્યો. ચોરોએ મંદિરમાંથી ચાંદી તેમજ દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

[google_ad]

Advt

ચોરીની ઘટનાની જાણ થતા દાંતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પરંતુ ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે તેમજ સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ તાત્કાલિક ધોરણે હોમગાર્ડ મુકવાની માંગ કરાઇ છે.

 

From – Banaskantha Update


Share