દાંતામાં મત ગણતરીમાં 2 વીવીપેટમાં ક્ષતિ આવતાં મતો માટે ચીઠ્ઠી લખી ડ્રો કરવો પડયો

- Advertisement -
Share

વાવ વિધાનસભાના પ્રથમ રાઉન્ડમાં 5 નંબર ટેબલમાં ઇ.વી.એમ. માં ટેકનિકલ ખામી સર્જાઇ

 

દાંતા વિધાનસભાની મત ગણતરી દરમિયાન 2 વીવીપેટમાં ક્ષતિ સર્જાઇ હતી. મત ગણતરી સંપન્ન થયા બાદ કેટલાંક મતો માટે ચીઠ્ઠી લખી ડ્રો કરવો પડયો હતો અને ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો હતો.
તમામ ચિઠ્ઠી પ્લાસ્ટીકના ડબ્બામાં મૂકવામાં આવી હતી પરંતુ તેમાં હલાવવામાં મુશ્કેલી નડતાં સ્ટીલના મોટા બોક્સમાં તમામ કાપી નાખવામાં આવી હતી અને ત્યારબાદ બરાબર હલાવી ચીઠ્ઠી નીકાળવામાં આવી હતી.
પાલનપુરમાં જગાણા એન્જીનિયરીંગ કોલેજમાં વાવ વિધાનસભાના પ્રથમ રાઉન્ડમાં 5 નંબર ટેબલમાં ઇ.વી.એમ. માં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેને લઇ 5 નંબર ટેબલની ગણતરી અડધો કલાક મુલત્વી રાખી હતી.

 

કાંકરેજ વિધાનસભા મત વિસ્તારની મત ગણતરીના ત્રીજા રાઉન્ડ દરમિયાન ટેબલ નંબર 3 નું ચેખલા વિસ્તારના ઇ.વી.એમ.માં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેને લઇ ઇ.વી.એમ. સાઇડમાં મૂકી દેવામાં આવ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!