test

દાંતામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે અથડામણ : વાહનો પર તોડફોડનો આક્ષેપ કર્યો

- Advertisement -
Share

હડાદ પોલીસ મથકે કરતાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ
​​​​​​​

દાંતા વિધાનસભાના કોંગી ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી પર મતદાનની પૂર્વ રાત્રિએ દાંતાના હડાદ માર્ગ પર બામોદ્રા નજીક કથિત જીવલેણ હુમલો અને અપહરણની ઘટના વાયુવેગે પ્રસરી જતાં જીલ્લા પોલીસ તંત્ર પણ ભારે હરકતમાં આવ્યું હતું.
આ ઘટનાને લઇ આદિવાસી વિસ્તારમાં પોલીસના ધાડા ઉતરતાં ઉત્તેજના પ્રસરી હતી. એટલું જ નહીં મોડી રાત સુધી ચાલેલ હાઇ વોલ્ટેજ ડ્રામાને અંતે કોંગી ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી મળી જતાં પોલીસે પણ
હાશકારો અનુભવ્યો હતો. જોકે, હડાદ પોલીસ મથકે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર દ્વારા સામસામે ફરિયાદો નોંધાઇ છે.

 

આ અંગેની વિગત એવી છે કે, મતદાનની પૂર્વ રાત્રિએ દાંતાના કોંગ્રેસના ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી ઉપર ભાજપના ઉમેદવાર લાતુભાઇ પારઘી દ્વારા કથિત વાહનો સાથે ટક્કર, જીવલેણ હુમલો અને અપહરણ કર્યાંની ઘટના વાયુવેગે પ્રસરી હતી.
જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને કોંગી ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી હેમખેમ મળી જતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે બીજી તરફ ભાજપી ઉમેદવાર લાતુભાઇ પારઘીએ પણ સામા પક્ષે કોંગી
ઉમેદવાર કાન્તીભાઇ ખરાડી સહીત તેમના માણસો દ્વારા પોતાના પર ગાડીની ટક્કર મારી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ હડાદ પોલીસ મથકે કરતાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

 

આ અંગે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘બંને પક્ષો તરફથી એફ.આઇ.આર. મળી છે. પ્રથમ દ્રષ્ટિએ જોતાં બંને પક્ષોની કંમ્પ્લેઇનમાં કોઇપણ જગ્યાએ તેમનું અપહરણ થયું હોય તેવું જણાવતાં નથી.

 

તે લોકો એકબીજા પર ગાડીની ટક્કર મારી હુમલો કર્યાંનું જણાવે છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં બંને પક્ષના એકપણ વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું ધ્યાને આવતું નથી.
તેમ છતાં મેડીકલ રીપોર્ટ, ગાડીઓની ટક્કર બાબતે એફ.એસ.એલ. રીપોર્ટ અને સાંયોગિક પૂરાવા પર આગળ વધીને વધુ ઉંડી તપાસ કરવામાં આવશે.’

 

આ અંગે કોંગ્રેસના ઉમેદવાર કાન્તીભાઇ ખરાડીએ જણાવ્યું હતું કે, ‘હું 6 થી 7 ગાડીઓ સાથે મતદાન પૂર્વ દિને રાતે આગેવાનોને મળવા નીકળ્યો હતો. તે દરમિયાન બામોદ્રા માર્ગ પર વાહનોની આડશ કરેલી જોઇ અમો ગાડીઓ વળતી કરી હતી.
તે દરમિયાન સામેથી બીજું ટોળું આવેલું હતું તેમને આગળની ગાડીને ભટકાવી ખાડામાં નાખી, પાછળ મારી ગાડી હતી ટોળું હથિયારો સાથે હતું.
ભાજપના ઉમેદવાર અને તેની સાથેના માણસોના હાથમાં તલવારો હતી. જેને લઇ જીવ બચાવવા રાત્રિના અંધકારમાં નદી, નાળા, બાવળના કાંટા અને ખેતરોમાં દોડવું પડયું હતું.’

 

આ અંગે ભાજપના ઉમેદવાર લાતુભાઇ પારઘીએ જણાવ્યું હતું કે, ‘હું રવિવારે રાત્રે દાંતાથી ઘરે આવતો હતો. તે દરમિયાન પાછળ 3 ગાડી પીછો કરી રહી હતી.
ગાડીમાં હું અને મારો દીકરો બંને હતા. છોટા બામોદ્રા આવતાં સામેથી 15 જેટલી ગાડીઓ આવી અને 2 ગાડીઓએ સામસામે ટક્કર મારી હતી. જેને લઇ બચવા માટે મે ગાડી ફેરવી દીધી હતી.

 

જેને લઇને જે ટક્કર મારી હતી તે ગાડીને સાઇડ ઓછી મળતાં પલ્ટી ખાઇ ગઇ હતી. 15 થી 16 ગાડીઓમાં લોકો તલવાર, લાકડી અને ધોકા લઇને ઉતરી મને મારી નાખવાની ધમકી આપતાં હું અને મારો પુત્ર સામે
બૂમ બડીયાઓના ઘર તરફ ભાગી જઇ ત્યાંથી બીજી ગાડી બોલાવી પોલીસ સ્ટેશને આવ્યા હતા. જેમાં કાન્તીભાઇ ખરાડી સહીત તેમના માણસો હતા.’

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!