પિન્ટરેસ્ટનાં વિવિધ પાસાં નો ઉપયોગ સહેલો છે, બસ શરૂઆત કરવાની વાર છે

Share

અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સની જેમ આપણે પિન્ટરેસ્ટ એપ ઓપન કરીએ એ સાથે સૌથી પહેલાં આપણને ‘હોમ ફીડ’ જોવા મળે છે. જેમાં આપણને જેના કન્ટેન્ટમાં રસ પડી શકે તેવી ‘પિન્સ’ જોવા મળે છે. આ એપમાંની આપણી પાછલા થોડા સમયની એક્ટિવિટી મુજબ વિવિધ પિન બતાવવામાં આવે છે. જે પિનમાં રસ પડે તેને ક્લિક કરતાં એ પિન ઓપન થાય છે. આપણે ઇચ્છીએ તો એ ઇમેજ કે વીડિયો જોઈને ત્યાં જ અટકી શકીએ અથવા નીચેની આપેલ વિવિધ બટનનો ઉપયોગ કરી શકીએ.

[google_ad]

પિન વિશે કમેન્ટ ઉમેરી શકીએ. ઇન્ટરનેટ પર મૂળ જે વેબપેજ પરથી એ પિન પિન્ટરેસ્ટ પર શેર કરવામાં આવી હોય તેની મુલાકાત લઈ શકીએ.આપણે પિનના પેજ પર હોઈએ ત્યારે તે પિનને પોતાના બોર્ડમાં સેવ કરી શકીએ. એ પિનને શેર પણ કરી શકાય. અલબત્ત પિન્ટરેસ્ટમાંથી કોઈ ઇમેજ કે વીડિયોને અન્ય લોકો સાથે શેર કરીએ ત્યારે તેમને માત્ર પિન્ટરેસ્ટનું એક યુઆરએલ મળે છે. તેમણે તેને જોવા માટે પિન્ટરેસ્ટ પર જવું પડે છે. પિનના પેજ પર હોઇએ ત્યારે નીચે સ્ક્રોલ કરીને એ જ પ્રકારના અન્ય પિન જોઈ શકીએ છીએ.

[google_ad]

advt

 

{uRLk {uLkq çkkh

પિન્ટરેસ્ટ એપમાં હોમ પેજમાં હોઈએ ત્યારે સૌથી ઉપરની તરફ ‘ઓલ’ અને ‘ટુડે’ એવી બે ટેબ જોવા મળે છે. પિન્ટરેસ્ટમાં વાસ્તવમાં કયું કન્ટેન્ટ ક્યારે મૂકાયું તેનું ખાસ મહત્ત્વ નથી. આથી ‘ઓલ’ ટેબમાં આપણી હિસ્ટ્રી મુજબ વિવિધ પિન્સ જોવા મળે, જ્યારે ‘ટુડે’ ટેબમાં, જે તે તારીખે અને પછી અગાઉના દિવસોમાં મૂકાયેલું નવું કન્ટેન્ટ જોવા મળે. એ જ રીતે નીચેની તરફ આખી એપ માટેનો મેઇન મેનૂ બાર જોવા મળે છે.

[google_ad]

 

 

 

 

હોમ અને સર્ચ દેખીતી બાબત છે, પ્લસ પર ક્લિક કરી, આઇડિયા પિન, પિન કે બોર્ડ ક્રિએટ કરી શકાય (એ ત્રણેયની વાત આગળ કરી છે). આ બધું આપણે પોતે પિન્ટરનેટ પર શેરિંગ કે માર્કેટિંગ કરવું હોય તો કામની વાત છે, બાકી તમે ક્યારેય આ પ્લસ ક્લિક ન કરો એવું પણ બને! કમેન્ટનું બટન ક્લિક કરતાં, આપણને રસ પડી શકે એવી અને અમુક ચોક્કસ વિષય મુજબ ગોઠવાયેલી પિન્સ જોવા મળશે. અહીં પિન્ટરેસ્ટના અન્ય યૂઝર્સે આપણને મોકલેલા મેસેજ પણ જોવા મળશે. પ્રોફાઇલ અવતાર પર ક્લિક કરતાં, આપણે સેવ કરેલાં બોર્ડ્સ, પિન જોઈ શકાય છે. ઉપરના ત્રણ ડોટ પર ક્લિક કરી, સેટિંગ્સમાં જઈ શકાશે.

[google_ad]

 

 

 

rÃkLk, ykRrzÞk rÃkLk

જે રીતે, ઇન્સ્ટાગ્રામ ઇમેજ અને વીડિયો પર ફોકસ કરતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એ જ રીતે પિન્ટરેસ્ટમાં પણ મુખ્ય ફોકસ ઇમેજ અને વીડિયો પર છે. અલબત્ત અહીં વાત થોડી જુદી છે. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કંઈક એ રીતે પોપ્યુલર થયો છે કે લોકો પોતે સેલ્ફી કે રેસ્ટોરાંમાં ગયા હોય ત્યારે ફૂડ ડિશની ઇમેજિસ લઇને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવાનું પસંદ કરે છે.

[google_ad]

 

 

 

જ્યારે પિન્ટરેસ્ટમાં ઇન્ટરનેટ પર જોવા મળતી વિવિધ વિષયની ઇમેજિસની બોલબાલા છે. પિન્ટરેસ્ટને આપણે આખા આખા ઇન્ટરનેટનું વિઝ્યુઅલ સર્ચ એન્જિન પણ ગણી શકીએ. પિન્ટરેસ્ટ પર આવી બધી ઇમેજ, જિફ કે શોર્ટ વીડિયો ‘પિન’ તરીકે ઓળખાય છે.

[google_ad]

 

 

 

હવે ખાસ ઇન્સ્ટાગ્રામને નિશાન બનાવીને પિન્ટરેસ્ટમાં પણ ‘આઇડિયા પિન’ ક્રિએટ કરવાની સગવડ ઉમેરવામાં આવી છે. તેમાં કન્ટેન્ટ ક્રિએટર વીડિયો, મ્યુઝિક, ટેક્સ્ટ વગેરે બધાની ભેળસેળ કરીને નાના વીડિયો પ્રકારની પિન ક્રિએટ કરી શકે છે. ભારતીય સેલિબ્રિટી શેફ, બ્યૂટી એક્સ્પર્ટ્સ વગેરે આ પ્રકારે પિન્ટરેસ્ટ પર પણ એક્ટિવ થઈ ગયા છે.

[google_ad]

 

 

rÃkLMk Mkk[ðíkkt çkkuzo

પિન્ટરેસ્ટ પર પૂરેપુરું વિઝ્યુઅલ આધારિત પ્લેટફોર્મ હોવાથી અહીં આપણને એવું ઘણું બધું મળી શકે છે જેને લાંબા સમય માટે સાચવી લેવાનું અને જ્યારે મન થાય ત્યારે ફરી જોવાનું આપણને મન થાય. આ કામ માટે પિન્ટરેસ્ટમાં ‘બોર્ડ’ નામની સુવિધા છે. બોર્ડને પોતાની મરજી અનુસાર વિવિધ નામ આપી શકીએ છીએ. બોર્ડની અંદર સેકશન પણ બનાવી શકીએ છીએ. જેમ કે ફૂડ રેસિપિનું મેઇન બોર્ડ બનાવીએ તો તેની અંદર સાઉથ ઇન્ડિયન, પંજાબી વગેરે અલગ અલગ સેકશન પણ બનાવી શકાય.

[google_ad]

 

 

આપણે પિન્ટરેસ્ટમાં વિવિધ પિન્સ સર્ચ કરતા હોઇએ ત્યારે જે પિન ગમી જાય તેને માટે સેવ બટન ક્લિક કરતાં આપણે બનાવેલા વિવિધ બોર્ડમાં સેવ કરી શકાય છે. આપણે ઇચ્છીએ તો બોર્ડને પ્રાઇવેટ રાખી શકીએ છીએ. જેથી આપણા બોર્ડમાં સેવ કરેલ પિન્સ માત્ર આપણે જોઈ શકીએ. જો બોર્ડને પ્રાઇવેટ નહીં પરંતુ પબ્લિક રાખવામાં આવે તો આપણને ફોલો કરતા અન્ય લોકો આપણે ક્રિએટ કરેલ પબ્લિક બોર્ડ્સ અને તેમાંની પિન્સ જોઈ શકે છે. બોર્ડમાં આપણે તારીખ અને નોટ્સ પણ ઉમેરી શકીએ છીએ.

 

From – Banaskantha Update


Share