બનાસકાંઠામાં ચૂંટણી કાર્ડ નહીં હોય તો પણ તમે આ 12માંથી કોઇપણ એક પૂરાવો રજૂ કરીને મતદાન કરી શકશો

- Advertisement -
Share

વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કલેકટરની બેઠક યોજાઇ

 

બનાસકાંઠા જીલ્લાની 9 વિધાનસભાની બેઠકો પર આગામી તા. 5 મી ડિસેમ્બર-2022 ના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
સમગ્ર ચૂંટણીલક્ષી બાબતો, મતદાન મથકો પરથી સુવિધાઓ, વ્યવસ્થાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ચૂંટણી પ્રક્રીયામાં રોકાયેલ સ્ટાફ સહીત ચૂંટણી સંચાલનના નિયમોથી મીડીયાને માહીતગાર કર્યાં હતા.

બનાસકાંઠા જીલ્લામાં 9 વિધાનસભા મત વિસ્તારોમાં 2613 મતદાન મથકો ઉપર સવારે-8:00 થી સાંજે-5:00 વાગ્યા દરમિયાન મતદાન થવાનું છે.

ત્યારે દરેક વિધાનસભા મત વિસ્તારમાં 1-આદર્શ મતદાન મથક, 1-દિવ્યાંગજન સંચાલિત મતદાન મથક અને 1-ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભુ કરાશે.

 

દિવ્યાંગ સંચાલિત મતદાન મથકના સ્ટાફ દિવ્યાંગ કર્મચારીઓ રહેશે. ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પર વૃક્ષારોપણ કરી લોકશાહીના પર્વની ઉજવણીની શરૂઆત કરાશે.
તેવી જ રીતે દરેક વિધાનસભા મતદાર વિભાગમાં 7 જેટલાં મહીલાઓ સંચાલિત કુલ 63 સખી મતદાન મથકો બનાવાશે.
આ વર્ષે નવતર પ્રયોગના ભાગરૂપે 25 થી 30 વર્ષના યુવા કર્મચારીઓ સંચાલિત જીલ્લામાં 1 યુવા મતદાન મથક ઉભુ કરવામાં આવશે. આ તમામ મતદાન મથકો પર વિશેષ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવશે.

 

ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે. જેમાં 2874-પ્રિસાઇડીંગ ઓફીસર, 2874-પોલીંગ ઓફીસર-1, 2874-પોલીંગ ઓફીસર, 2874-મહીલા, 3056-પોલીસ જવાનો, 5440 હોમગાર્ડ જવાનો 19,992 જેટલાં કર્મચારીઓ ફરજ નિભાવશે.

 

ચૂંટણી પ્રક્રીયામાં રોકાયેલા સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન માટે 284 જેટલી એસ.ટી.બસોની વ્યવસ્થા કરાઇ છે. આદર્શ આચારસંહીતા અંતર્ગત અત્યાર સુધીમાં 30 જેટલી ફરિયાદો મળી છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.

 

જે પૈકી 3 ફરિયાદોમાં એફ.આર.આઇ. નોંધી કાર્યવાહી કરાઇ છે. તંત્ર દ્વારા રાજકીય પક્ષોને રેલી, સભા, સરઘસની પૂર્વ મંજૂરી માટે સિંગલ વિન્ડો સીસ્ટમ મારફત અત્યાર સુધીમાં 724 મંજૂરી અપાઇ છે.

 

કંપલેઇન્ટ મોનીટરીંગ સીસ્ટમ અંતર્ગત જાગૃત નાગરિકો દ્વારા સી વિજીલ પર 156 જેટલી ફરિયાદો મળી છે જેનો નિકાલ કર્યો છે.

 

સરહદ પર ફરજ બજાવતા સૈન્યના જવાનો, પોલીંગ સ્ટાફ, દિવ્યાંગજન, સિનિયર સીટીઝન અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા 21,561 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યાં હતા. જે પૈકી અત્યાર સુધીમાં 10,323 બેલેટ પરત મળ્યા છે.
મતદાન માટે ચૂંટણી કાર્ડ ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા વિવિધ 12 જેટલાં માન્ય ઓળખના પૂરાવા નક્કી કર્યાં છે. જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતાં જોબ કાર્ડ, બેંક પોસ્ટ ઓફીસ તરફથી આપવામાં
આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર. આર.જી.આઇ. હેઠળ આપવામાં આવતાં સ્માર્ટ કાર્ડ,
ભારતીય પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર રાજ્ય સરકાર જાહેર ક્ષેત્ર ઉપક્રમો જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથે સર્વિસ ઓળખાણ પત્રો, સંસદ સભ્યો
ધારાસભ્યો વિધાન પરિષદના સભ્યોનું ઇસ્યુ કરેલ સરકારી ઓળખાણપત્રો, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર સહીતના ઓળખાણપત્રો મતદાન ઓળખાણના પૂરાવા ચૂંટણી ઓળખકાર્ડ સિવાય માન્ય રહેશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!