યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો
લાખણી તાલુકાના ચાળવા ગામના રહેવાસી યુવક દિયોદરમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે. ત્યારે સોમવારે સાંજના સમયે વેપારી યુવક પોતાની દુકાનમાં હતા.
ત્યારે 2 શખ્સો આવી યુવક પર આકસ્મિક રીતે છરીના ઘા મારી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને લોહી લુહાણ હાલતમાં પાટણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો.
આ અંગે દિયોદર પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, દિયોદર રેલ્વે સ્ટેશન રોડ પર ડી.જે. ફેશન નામની રેડીમેડ કાપડની દુકાન ધરાવતા જીતેન્દ્રકુમાર લગધીરભાઇ સોલંકી (રાવણા રાજપૂત) (રહે.ચાળવા, તા.લાખણી) ને સોમવારે
સાંજના સમયે 2 શખ્સો આવી વેપારી કાંઇ સમજે તે પહેલાં આકસ્મિક રીતે છરીના ઉપરા-છાપરી માથાના પીઠના અને હાથના ભાગે ઘા ઝીંકી નાસી છૂટ્યા હતા.
ત્યારે આજુબાજુમાં અફડા-તફડી મચી ગઇ હતી. ત્યારે યુવક ઇજાગ્રસ્ત થતાં 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ અંગે ઇજાગ્રસ્ત યુવક જીતેન્દ્રકુમાર લગધીરભાઇ સોલંકીએ દિયોદર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સનીભાઇ ગગાભાઇ લુહાર (રહે.લવાણા) અને યોગેશભાઇ પંચાલ (રહે.થરા, તા.કાંકરેજ) સામે આઇ.પી.સી.
307 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ગુનામાં યુવતીને ફોન કરવા બાબતે મન દુઃખ રાખી હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું હતું.
From-Banaskantha update