કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી : ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
પાલનપુર-અંબાજી હાઇવે ઉપર રતનપુર નજીક મંગળવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાબરકાંઠાના બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પાલનપુર-અંબાજી હાઇવે ઉપર મંગળવારે રતનપુર નજીક પસાર થઇ રહેલી કાર નં. GJ-08-BS-8496 ના ચાલકે બાઇક નં. GJ-09-DG-6011 ને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર સાબરકાંઠાના રાહુલભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેમને પાલનપુર 108 એમ્બ્યુલન્સ વાનના ઇ.એમ.ટી. ચંદ્રકાન્તભાઇ અને પાઇલટ તુલસીભાઇએ એમ્બ્યુલન્સ વાનમાં જ સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
નોંધનીય છે કે, ‘પાલનપુરના રતનપુર નજીક કાર ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. જે પછી કાર ફંગોળાઇને રોડની નીચે ઉતરી ગઇ હતી. જેમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.’
From-Banaskantha update