બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષકની મંડળીના ડીરેક્ટરે પત્ની પાસે રૂ.૧૦ લાખની દહેજની માંગણી કરતાં ચકચાર

- Advertisement -
Share

ડીસાના લોરવાડાના સી.આર.સી. પતિ સામે પત્નીએ પાલનપુર મહીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

બનાસકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળીના ડીરેક્ટર અને ડીસા તાલુકાના લોરવાડા સી. આર. સી. કો-ઓર્ડીનેટર મૂળ વડગામ તાલુકાના મેમદપુર અને હાલ પાલનપુર રહેતાં જીતેન્દ્ર ભાટીયાએ તેમની પત્ની હેતલબેન નરેન્દ્રકુમાર પરમાર પાસે રૂ.૧૦ લાખ દહેજની માંગણી કરી શારીરીક-માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની પાલનપુર મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, હેતલબેનને તેનો પતિ જીતેન્દ્રકુમાર મણીલાલ ભાટીયા અને સાસુ ગીતાબેન મણીલાલ ભાટીયા ઘર કામ બાબતે બોલચાલી કરી ગડદાપાટુનો મારમારી અપશબ્દો બોલ્યા હતા. તેમજ મારે ઘણી છોકરીઓ જાડે સબંધ છે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે. તારા પિતા પાસેથી રૂ. ૧૦ લાખ લઇ આવ. તારા લીધે જ મારો દિકરો ઘરે આવતો નથી.

તેમ કહી શારીરીક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે હેતલબેને પાલનપુર મહીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી.ની કલમ-૪૯૮(એ), ૨૯૪(બી), ૩૨૩, ૫૦૬(૨) અને ૧૧૪ તેમજ દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ-૩૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પાલનપુર મહીલા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ફરિયાદમાં દર્શાવેલા આરોપી જીતેન્દ્ર ભાટીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.‘

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!