ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના વતનમાં ખખડધજ રસ્તાથી લોકોને હાલાકી
ડીસાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇનું વતન ડીસા તાલુકાનું કુચાવાડા ગામ છે. જ્યાં હાલમાં તેમના પુત્ર સંજયભાઇ દેસાઇ ડીસામાં કોંગ્રેસની બેઠક ઉપરથી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે.
આ ગામમાં ઠાકોર 22 ટકા, ચૌધરી 20 ટકા, દલિત 15 ટકા અને 43 ટકા અન્ય પરિવાર સહીત 8,000 ની વસ્તી ધરાવે છે. આ ગામમાં 4,614 મતદાર છે.
ગામમાં ધો. 1 થી 8 સુધીની સરકારી શાળામાં કન્યા અને કુમાર 616 વિદ્યાર્થીઓ ભણે છે. કુચાવાડા ગામમાં પીવાના પાણીની સાથે ભૂગર્ભ ગટર અને આર.સી.સી. રસ્તાઓની સુવિધા છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘અમારા ગામની બાજુમાં આવેલ સીપુ ડેમ ભરવામાં આવે અને અમારા ગામમાં મોટા 4 તળાવ આવેલા છે જે ભરવામાં આવે તે અમારી મુખ્ય માંગણી છે.
મોટા તળાવો ખાલીખમ છે. જળ સિંચાઇ યોજનાથી અમારા ગામના અને આજુબાજુના 15 ગામોમાં તળાવ ભરવામાં આવે તેવી માંગણી છે.
કુચાવાડાથી ઘાડા તરફ જવાનો રસ્તો બિસ્માર છે તે નવો બનાવવા માંગ કરી છે.’ આ અંગે અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘હજુ ગામમાં જોઇએ તેટલો વિકાસ નથી.’
From-Banaskantha update