ચૂંટણીને અનુલક્ષી કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને અને કોઇ વાદ વિવાદ ન સર્જાય તે માટે પોલીસ વિભાગ પણ ખડેપગે તૈનાત છે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે નામ માત્રના જ દિવસો બાકી રહ્યા છે. આ સાથે દરેક પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો સાથે મોટા નેતાઓ પણ જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે.
ત્યારે સાથે સાથે ગુજરાતમાં થનાર વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને અને કોઇ વાદ વિવાદ ન સર્જાય તે માટે પોલીસ વિભાગ પણ ખડેપગે તૈનાત છે.
દાંતા 10-વિધાનસભા બેઠકના મત વિસ્તાર અંબાજીમાં પોલીસ જવાનોનું ફ્લેગ માર્ચ યોજાયું હતું. જેમાં પોલીસના જવાનો અંબાજીના વિવિધ માર્ગો થઇ મુખ્ય બજારો થઇ અંબાજીના તમામ માર્ગો પર હથિયાર
બંધ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણીમાં કોઇપણ અનિચ્છનીય બનાવ કે વાદ વિવાદ ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે અંબાજીમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી.
From-Banaskantha update