ડીસાનો યુવક યુક્રેનથી પોતાના ઘરે આવતાં પરિવારજનોમાં ખુશીની લહેર

- Advertisement -
Share

 

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા યુદ્વને પગલે યુક્રેનમાં પરિસ્થિતિ કાબૂ બહાર છે અને યુક્રેનમાં અફરા-તફરીના માહોલ વચ્ચે ભારતના પણ હજારો વિદ્યાર્થીઓ ફસાઇ ચૂક્યા છે.

 

 

જેમાં શનિવારે યુક્રેનથી ડીસાનો યુવક ઘરે પરત આવતાં પરિવારમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ વિદ્યાર્થીઓ પર યુક્રેનમાં શું વીતી હતી તે અંગે જાણવા અમારી ટીમે પ્રયાસ કર્યો હતો અને શનિવારે યુક્રેનથી રોમાનીયા પહોંચ્યા બાદ સ્વદેશ પરત ફર્યાં છે.

 

 

વિશ્વમાં અત્યારે સહુથી વધુ કોઇ ચર્ચા થતી હોય તો તે છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વની છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને પગલે ભારતથી યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાઇ ચૂક્યા છે.

 

 

ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્વારા આ વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે અને આ પ્રયાસ અંતર્ગત હજારો વિદ્યાર્થીઓને ભારત સરકાર સ્વદેશ લાવવામાં પણ સફળ રહી છે.

 

 

પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ગજગ્રહમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ ચૂક્યા છે. ભારતના જે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે તે વિદ્યાર્થીઓના પરિવારજનો માટે એક એક પળ વિતાવવી મુશ્કેલ બની ગઇ છે.

 

 

ડીસાની વાત કરીએ તો ડીસાના ચુનીકાકા પાર્કમાં રહેતો દિવ્ય ત્રિવેદી પણ યુક્રેનમાં મેડીકલ અભ્યાસ કરવા માટે ગત ડીસેમ્બર માસમાં ગયો હતો.

 

 

ત્યાં પહોંચ્યા બાદ દિવ્યએ અભ્યાસની શરૂઆત કરી હતી અને રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં ભારતના હજારો વિદ્યાર્થીઓની સાથે સાથે દિવ્ય પણ મુશ્કેલીમાં યુક્રેનમાં ફસાઇ ચૂક્યો હતો.

 

 

દિવ્ય યુક્રેનમાં મુશ્કેલીમાં ફસાઇ જતાં ડીસામાં રહેતો તેનો પરિવાર વ્યાકુળ બની ગયો હતો. પરંતુ શનિવારે ડીસા આવી પહોંચતા તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

 

 

દિવ્યએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, ‘જે દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. તે સમયે તે યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યો હતો અને હુમલા બાદ યુક્રેનમાં અફરા-તફરીનો માહોલ છવાયો હતો અને એક સપ્તાહ બાદ તેને રોમાનિયાની સરહદ પર પહોંચતા લાગ્યો હતો.

 

રોમાનિયા સરહદ પર પહોંચ્યા બાદ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ગંગાની મદદથી પરત આવવામાં સફળ રહ્યો છે. ત્યારે દિવ્યએ તેની સાથે ઘટેલી આખી ઘટના જણાવી હતી.

 

યુક્રેન દ્વારા ભારતના વિદ્યાર્થીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ભારત સરકાર વિદ્યાર્થીઓ માટે કેટલી મદદરૂપ થઇ રહી છે તે તમામ બાબતો પર પ્રકાશ પાડયો હતો.

 

દિવ્યની સાથે સાથે તેનો પરિવાર પણ અત્યારે દિવ્ય સહી સલામત પરત સ્વદેશ પહોંચી જતાં રાહતનો શ્વાસ લઇ રહ્યા છે અને તેમના માટે દિવ્ય પરત પોતાના ઘરે પરત ફરતા ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!