પાલનપુરના RPF પોલીસ જવાનનું મુંબઇમાં ટ્રેનની ટક્કરે નિધન, વતનમાં મૃતદેહ લાવી અંતિમયાત્રા નીકળશે

- Advertisement -
Share

પાલનપુરના મલાણા ગામના આર.પી.એફ જવાનનું શુક્રવારે મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરે નિધન થયું હતુ. જેમના મૃતદેહને આજે રવિવારે વતન મલાણા ખાતે લાવી અંતિમયાત્રા નીકાળવામાં આવશે.

 

મલાણા ગામના ભરતભાઇ નાનજીભાઇ પ્રજાપતિ રેલવે આરપીએફમાં એએસઆઇ તરીકે મુંબઇમાં ફરજ બજાવતાં હતા. તેમના સબંધી પાલનપુરના દિપેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આરપીએફના આઇ.જી. સાથે થયેલી વાતચિત મુજબ મુંબઇ ચર્ચગેટ રેલવે સ્ટેશને ટ્રેન ઉપર પથ્થરમારો થયો હોઇ ભરતભાઇને ત્યાં તપાસ કરવા માટે મોકલ્યા હતા. દરમિયાન ટ્રેક ઉપર પાછળથી ટ્રેનની ટક્કર લાગતાં નિધન થયું હતુ.

જેમના મૃતદેહને સૂર્યનગરી એક્ષપ્રેસ ટ્રેનમાં પાલનપુર લવાશે. આજે રવિવારે વતન મલાણામાં અંતિમયાત્રા નિકાળી અંતિમ વિદાય આપવામાં આવશે. પત્ની આશાબેન, મોટી દીકરી અંજનાબેન અને પુત્ર ધૃવ છે.

 

નોંધનીય છે કે, ભરતભાઇ પ્રજાપતિ 17 વર્ષથી આર.પી.એફમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા અને 8 માસ અગાઉ મુંબઇ પોસ્ટીંગ થયું હતુ. તેમનો પરિવાર પાલનપુર શક્તિકૃપા સોસાયટીમાં રહેતો હતો. જ્યારે ભરતભાઇ મુંબઇ રહેતા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!