પાલનપુરમાં કોમ્પલેક્ષના ત્રીજા માળથી 2 મિત્રો નીચે પટકાયા : એકનું મોત, એક ગંભીર

- Advertisement -
Share

પાલનપુરમાં આવલે આર્કેડ કોમ્પલેક્ષના ત્રીજા માળે 2 યુવકો રેલિંગ પર બેઠા હતા અચાનક પગ લપસી જતા એક યુવક નીચે પડવા લાગ્યો હતો ત્યારે બીજા યુવકે તેને બચાવવા જતા આ બંને યુવકો ત્રીજા માળથી નીચે પટકાયા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તેમજ અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો હતો.
બનાસકાંઠા જિલ્લાના જીલ્લા મથક પાલનપુર ખાતે એક કોમ્પલેક્ષના ત્રીજા માળેથી 2 યુવકો નીચે પટકાતા એકનું મોત તેમજ અન્ય યુવક ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાટણના 2 યુવકો પાલનપુરમાં આર્કેડ કોમ્પલેક્ષની રેલીંગ પર બેઠા હતા.
તે સમયે એક યુવકનો પગ લપસી જતા કોમ્પલેક્ષના ત્રીજા માળેથી મિત્ર પટકાતા તેને બચાવવા જતા અન્ય મિત્ર પણ ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું તેમજ અન્ય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ અન્ય યુવકનું ઘટના સ્થળે મોત થતા તેની લાશને પાલનપુર સિવિલ ખાતે ખસેડાયો હતો. જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!