ડીસા થરાદ હાઇવે પર લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા 1નું મોત 8 ઘાયલ

- Advertisement -
Share

ડીસા થરાદ હાઇવે પર આવેલા આગથળા નજીક લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 10 લોકોમાંથી આઠ લોકોને ઈજા થઈ હતી તેમજ એક મહિલાનું મોત થયું હતું ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા અને એક મહિલાનું મોત થયું છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા-થરાદ હાઈવે પર આવેલ આગથળા નજીક લક્ઝરી બસ ડીસા તરફથી પુર ઝડપે આવી રહી હતી તેમજ આગળ જઈ રહેલ ટ્રેકટરમાં 10 લોકો સવાર ચિત્રોડાથી આગળ બાજરી કાપવા માટે જતા હતા.
જેમને આગથળા નજીક અકસ્માત નડ્યો હતો. આ લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા મીનાબેન શંકરભાઈ વાદીનું મોત થયું હતું તેમજ ટ્રેકટરમાં સવાર અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!