ડીસામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે 24 ઉમેદવારી ફોર્મ ભરાયા

- Advertisement -
Share

આવતીકાલે ફોર્મની ચકાસણી થશે : આગામી તા. 21 નવેમ્બરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

 

બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર ગુરુવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કુલ 17 ઉમેદવારોએ 24 ફોર્મ ભર્યાં હતા. આવતીકાલે આ તમામ ફોર્મની ચકાસણી થશે અને અધૂરી માહિતી કે ક્ષતિવાળા ફોર્મ રદ કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ફોર્મ ભરવાની ગુરુવારે અંતિમ દિવસ પૂર્ણ થતાં ડીસા બેઠક માટે કુલ 24 ફોર્મ ભર્યાં હતા.

ડીસા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી અને વિવિધ પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો થઇ 17 વ્યક્તિઓએ કુલ 24 ફોર્મ ભર્યાં હતા.

જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યાં હતા.

 

હવે આવતીકાલે ફોર્મની ચકાસણી થશે અને તા. 21 નવેમ્બરે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય તા. 21 નવેમ્બરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!