ડીસાના વાસણા-સમૌ માર્ગ પર ઝાડ ધરાશાયી થતાં 10 ગામને જોડતાં માર્ગનો વાહન વ્યવહાર અટવાયો : સદનસીબે મોટી જાનહાની ટળી

- Advertisement -
Share

વૃક્ષ ધરાશાયી થતાં વાહનચાલકો પરેશાન : ઘટનાને પગલે આજુબાજુના લોકો અને આગેવાનો દોડી આવી તંત્રને જાણ કરી

ડીસા તાલુકાના વાસણા-સમૌ માર્ગ પર ઝાડ ધરાશાયી થઇ ગયું હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના પગલે ઝાડ ધરાશાયી થતાં 10 ગામને જોડતાં માર્ગનો વાહન વ્યવહાર અટવાયો છે. વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

ડીસા પંથકમાં ભારે વરસાદના પગલે ખૂબ જ તારાજી સર્જાઇ છે. ગ્રામિણ વિસ્તારમાં પણ અનેક જગ્યાએ લોકોના જાનમાલને નુકશાન થયું છે.

તે દરમિયાન ધોધમાર વરસાદને પગલે જમીનનું ધોવાણ થતાં વાસણા-સમૌ માર્ગ પર એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું.

અચાનક વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

પરંતુ ઝાડ ધરાશાયી થતાં 10 ગામને જોડતાં આ માર્ગ પરનો વાહન વ્યવહાર અટવાયો હતો અને રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને આગેવાનો દોડી આવી તંત્રને જાણ કરી હતી અને અને તાત્કાલીક ધોરણે માર્ગ પરથી ઝાડ હટાવી અટવાયી પડેલા વાહન વ્યવહારને શરૂ કરાવવા માટે રજૂઆત કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!