પાલનપુરમાં નાગરીકતા સંશોધન બીલના સમર્થનમાં ગુરૂવારે શહેરના કોઝી વિસ્તારમાં ‘રાષ્ટ્ર હિતમાં મારૂ સમર્થન’ કાર્યક્રમ યોજાયો હતો. તે બાદ કાર્યક્રમમાં ઉમટેલા શહેરીજનો સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા લોકો ભગવા ધ્વજ તેમજ 750 મીટર લાંબા ત્રિરંગા સાથે રેલી યોજી કલેક્ટર કચેરી આવી પહોચ્યા હતા.જ્યાં અધિક કલેક્ટરને CAAનો કાયદોએ ભારતીય નાગરીકો માટે સુરક્ષિત કાયદો હોવાનું જણાવી સમર્થનપત્ર પાઠવ્યંુ હતુ. આ સમયે કલેક્ટર કચેરીનુ પ્રાંગણ ત્રિરંગામય બન્યુ હતુ.
- Advertisement -