અંબાજીમાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમના મહીલા કર્મીએ ગબ્બર પર્વતના 350 પગથીયા ચડી દર્દીનો જીવ બચાવ્યો

- Advertisement -
Share

કલોલના 78 વર્ષિય વૃદ્ધને ગબ્બર પર્વત ઉપર ચઢતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો

 

યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ઉપર ચઢી રહેલા કલોલના 78 વર્ષિય વૃદ્ધને ગબ્બર પર્વત ઉપર ચઢતી વખતે છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો.
જ્યાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમના મહીલા કર્મચારીએ 350 પગથીયા ચઢી તેમને તાત્કાલીક સારવાર આપી જીવ બચાવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર જીલ્લાના કલોલના ગોપાલરામો (ઉં.વ.આ. 78) રવિવારે બપોરે 12:30 કલાકે ગબ્બર ઉપર ચડતાં હતા અને અંદાજીત 370 પગથીયા ચડયા હતા.
ત્યારે અચાનક છાતીના ભાગે દુ:ખાવો થતાં તેમના સગા-વ્હાલાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વગર 108 એમ્બ્યુલન્સ વાનને કોલ કર્યો હતો.
કોલ મળતાં ઇ.એમ.ટી. અલકાબેન અને પાઇલટ ગુલાબસિંહ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેમણે 350 પગથીયા ચડીને ઉપર પહોંચ્યા હતા.
જ્યાં દર્દીને તપાસતાં માલૂમ પડયું હતું કે, ‘તેમની છાતીમાં ખૂબ જ દુઃખાવો અને ચક્કર અને ઉલ્ટીઓ થતી હતી. આથી તરત જ સ્ટેચર પર લઇને પર્વત ઉપરથી નીચે ઉતાર્યાં બાદ 108 એમ્બ્યુલન્સ વાનમાં લીધા
હતા અને અમદાવાદ હેડ ઓફીસ સ્થગિત તબીબની સલાહ મુજબ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!