ડીસાના રસાણા નજીકથી એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી બોલેરો ગાડી સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

પોલીસે દારૂ અને ગાડી સહીત કુલ રૂ. 4,35,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ડીસાના રસાણા ગામ નજીકથી ફરી દારૂ ભરેલી બોલેરો ગાડી એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી પાડી છે.
જયારે ડીસા તાલુકા પોલીસે દારૂ અને ગાડી સહીત કુલ રૂ. 4,35,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગાડીના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભાની ચૂંટણીને લઇને જીલ્લા પોલીસ સતર્ક છે અને સતત અસામાજીક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી પર નજર રાખી રહી છે.

 

ત્યારે બીજી તરફ બુટલેગરો પણ બેફામ બન્યા છે અને ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અનેક વિધ પ્રયાસો કરી રહ્યા છે.

 

તે દરમિયાન ફરી એકવાર ડીસાના રસાણા ગામ નજીકથી દારૂ ભરેલી બોલેરો ગાડીને એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી પાડી હતી.

 

એલ.સી.બી. પોલીસની ટીમને માહિતી મળતાં જ બોલેરો ગાડીનો પીછો કર્યો હતો અને દારૂ ભરેલી બોલેરો ગાડીને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસને સોંપી હતી.
જયારે ડીસા તાલુકા પોલીસે દારૂ અને ગાડી સહીત કુલ રૂ. 4,35,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!