ડીસામાં ચેસ સ્પર્ધાના ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

- Advertisement -
Share

ખેલાડીઓ આગામી સમયમાં મધ્યપ્રદેશ ખાતે રમવા જશે

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ભાઇઓ-બહેનોની ચેસ સ્પર્ધા ડીસા કોલેજમાં યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટી ચેસ ટીમમાં પસંદગી થયેલા જૂદી-જૂદી કોલેજના બેસ્ટ ખેલાડીઓનો 4 દિવસીય પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો.

યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓ બહાર આવે અને સ્પોર્ટ્સ પ્રત્યેની અભિરુચી વધે તે માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત આ વર્ષે પણ યુનિવર્સિટીના ચેસના ખેલાડીઓનો 4 દિવસીય પ્રશિક્ષણ કેમ્પ ડીસાની કોલેજમાં યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ 4 દિવસ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

 

દર્શન પટેલ કોમર્સ કોલેજ-મોડાસા, હવન વણકર ઇડર કોલેજ, ધ્રૃવ સુથાર પી.જી. ડીપાર્ટમેન્ટ-પાટણ, કિરણ સક્સેના આર્ટસ-મહેસાણા, મિત પટેલ કોમર્સ-મહેસાણા અને સત્યપાલસિંહ ચૌહાણ વખા કોલેજ-દિયોદર વગેરે ખેલાડીઓએ પસંદ થઇ આ કેમ્પમાં જોડાઇને ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ મેળવ્યું હતું.
હવે આ ખેલાડીઓ આગામી તા. 15 નવેમ્બર 2022 થી તા. 19 નવેમ્બર 2022 દરમિયાન મધ્યપ્રદેશના લાલપુર અમરકંટક યુનિવર્સિટીમાં વેસ્ટઝોન ચેસ રમતમાં ભાગ લેવા જવાના છે. આ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન ડીસા કોલેજના અધ્યક્ષ પ્રોફેસર ડૉ.આર.ડી. ચૌધરીએ કર્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!