ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનુ વાવેતર થયું, જિલ્લામાં કુલ 2.66 હેક્ટરમાં વાવણી થઇ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં બાજરીનું સૌથી વધી વાવેતર થરાદ તાલુકામાં થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બાજરી ચાલુ વર્ષે આક લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવવામાં આવી છે. ત્યારે થરાદ તાલુકામા જિલ્લામાં સૌથી વધુ બાજરી નું 36 હજાર 959 હેકટર જામનીમાં વાવેતર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત છે.

 

 

જેમાં આ વર્ષ ખેતી જિલ્લામાં સારા પ્રમાણમાં કરવામાં આવી છે ત્યારે બે લાખ 92 હજાર 543 અંદાજે હેક્ટર ઉનાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે, જે અંદાજે એક લાખ 66 હજાર 082 હેકટર જમીનમાં વાવણી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લો રણ અને પર્વતીય વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અપૂરતા વરસાદના કારણે જળાશયોમાં પાણીના ભરાવાની લઈ ભૂગર્ભ કુવા, બોરો દિન-પ્રતિદિન ઊંડા જઇ રહ્યા છે તેની સીધી અસર પશુપાલકો અને ખેતીના વ્યવસાય પર પડી રહી છે. જેમાં છેવાડાના વિસ્તારમાં નર્મદાની કેનાલ નર્મદા અને કેટલાક વિસ્તારોમાં જળાશયોમાંથી બોરવેલમાંથી સિંચાઇ પાણી મળતા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષમાં અંદાજે બે લાખ 92 હજાર 543 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકની વાવેતર કરવામાં આવ્યું છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષ ખેડૂતો દ્વારા ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં 97 હજાર 902 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં પાલનપુર તાલુકામાંમાં 11 હજાર 341 હેકટર લાખણી તાલુકામા 11 હજાર 651 હેકટર અને ડીસા તાલુકામા 16 હજાર 041 હેક્ટરમાં ઘાસચારનાનું વાવેતર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ શાકભાજીના વાવેતર પાંચ હજાર 687 હેકટર જમનીમાં કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજી ડીસા તાલુકામાં કરવામાં આવે છે બે હજાર 326 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર ડીસામાં સૌથી વધુ કરવામાં આવ્યું છે અને બીજા નંબરે પાલનપુર એક હજાક 556 હેકટર જમીન વાવેતર કરવામાં આવ્યુ છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં તરબૂચ અને સાક્કરટેટી હવે ખેડૂતો ધીરેધીરે મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરવા લાગ્યા છે. જેમાં ડીસા તાલુકામાં સક્કરટેટી અને તરબૂચનો સારા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં તરબૂચ બે હાજાર 657 હેકટર અને સક્કરટેટી ત્રણ હજાર 835 હેકટર જમીનમાં વાવણી કરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ તડબૂચ અને સક્કરટેટીનું વાવેતર ડીસા તાલુકામાં થયું છે. ડીસા તાલુકામાં તડબૂચ એક હજાર 434 હેકટર જમીન અને સક્કર ટેટી બે હજાર 820 હેકટરનું વાવેતર કરવામાં આવ્યું છે.

અમિરગઢમાં બે હજાર 281 હેકટર વાવેતર, ભાભરમાં 19 હજાર 940 હેકટર, દાંતામાં ચાર હજાર 799 હેકટર, દાંતીવાડામાં ચાર હજાર 597 હેકટર, ડીસામાં 54 હજાર 810 હેકટર, દિયોદરમાં 18 હજાર 278 હેકટર, ધાનેરામાં 31 હજાર 187 હેકટર, કાંકરેજમાં 19 હજાર 872 હેકટર, લાખણીમાં 26 હજાર 662 હેકટર, પાલનપુરમાં 26 હજાર 395 હેકટર, સુઇગામમાં ત્રણ હજાર 383 હેકટર, થરાદમાં .47 હજાર 018 હેકટર, વડગામમાં 14 હજાર 145 હેકટર જ્યારે વાવમાં આઠ હજાર 577 હેકટરમાં વાવેતર થયુ છે. આમ ટોટલ અંદાજીત બે લાખ 92 હજાર 543 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકની વાવેતર કરવામાં આવ્યું છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!