બનાસકાંઠાના હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોર્ડએ ઝડપી પાડ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો પાકા કામનો આરોપી પેરોલ રજા પરથી ફરાર થતાં બનાસકાંઠા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા મોટા કરઝા મુકામેથી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં એક હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો આરોપી ઉમેદસિંહ નાથુસિંહ ઠાકોર રહે.મોટા કરઝા તાલુકો અમીરગઢવાળો પેરોલ રજા પર આવેલ અને તે બાદ રજા પરથી ફરાર થઈ ગયેલ ઘણા સમયથી નાસતો ફરતો હોય.
જે બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે આપેલ સુચનાના આધારે પાલનપુર પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા અમીરગઢ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાસતા ફરતા પેરોલ ફ્લો ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન બાતમીની હકીકત મલકે પાકા કામના પેરોલ રજા ઉપરથી ફરારી આરોપી ઉમેદસિંહ નાથુસિંહ ઠાકોર રહે.મોટા કરજાને મોટા કરજા મુકામેથી પકડી પાડી સજા ભોગવવા માટે જિલ્લા જેલ પાલનપુર ખાતે સોપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!