ધાનેરાના શેરા ગામ નજીક ગાડીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ : સદ્દનસીબે ચાલકનો જીવ બચ્યો

- Advertisement -
Share

સદ્દનસીબે મોટી જાનહાની ટળી : ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું

 

ધાનેરા તાલુકામાં શેરા ગામ નજીક બુધવારે ગાડીમાં આગ અચાનક ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં ધાનેરાથી શેરા ગામ તરફથી જતાં મુખ્ય માર્ગ પર અચાનક ગાડીમાં આગ લાગતાં અફડા-તફડી મચી ગઇ હતી. સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વધુ એક વખત ગાડીમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો છે.

 

જેમાં ધાનેરા તાલુકાના શેરા ગામ નજીક બુધવારે એક ગાડી ચાલક પોતાની ગાડી લઇ પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.
જેમાં ચાલકની સમય સૂચકતાના કારણે ગાડી રોડની સાઇડમાં કરી નીચે ઉતરી ગયા હતા. જોકે, જોત જોતામાં ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટેગોટા દૂરદૂર સુધી જોવા મળ્યા હતા. જેથી સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા.

 

રોડ વચ્ચે ગાડીમાં આગ લાગવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા આગ બૂઝાવવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. આગ બનાવમાં સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી. પરંતુ ગાડી માલિકને મોટું નુકશાન પહોંચ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!