અંબાજી નજીક પોલીસે એસ. ટી. બસમાંથી ગાંજા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે 13 કિલો 809 ગ્રામ જેટલો અંદાજે રૂ. 1,38,000 નો ગાંજો જપ્ત કર્યો

અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા ચૂસ્ત કરવા સાથે કડક વાહન ચેકીંગ હાથ ધરાયું છે.
તે દરમિયાન મંગળવારે એસ.ટી. બસમાંથી રૂ. 1,38,000 ની કિંમતના ગાંજા સાથે એક શખ્સને પોલીસે રંગેહાથ ઝડપી પાડયો હતો. આ અંગે અંબાજી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ ચૂંટણી આચારસંહીતાનું પાલન કરવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે.
આવન-જાવન કરતાં વાહનોનું ઘનિષ્ઠ વાહન ચેકીંગ થઇ રહ્યું છે. ત્યારે મંગળવારે અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા અંબાજી તરફ પ્રવેશતાં વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું.
તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત એસ.ટી. નિગમની એસ.ટી. બસમાં તપાસ કરતાં મુસાફરી કરી રહેલા એક શખ્સની શંકાસ્પદ બેગની તપાસ કરતાં તેમાંથી 13 કિલો 809 ગ્રામ જેટલો અંદાજે રૂ. 1,38,000 નો ગાંજો ઝડપાયો હતો.

 

પોલીસે ગાંજો લઇ બસમાં આવી રહેલ ઇમરાન ખાન પઠાણ (રહે. વટવા, અમદાવાદ) વાળાની અટકાયત કરી હતી. આ અંગે અંબાજી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!