ડીસાના ખેંટવા અને સાંડીયા ગામને જોડતો વર્ષો જૂનો રસ્તો પાકો બનાવવા ગ્રામજનોની માંગ

Share

ડીસા તાલુકાના ખેંટવા અને સાંડીયા ગામમાં આઝાદીને 70 વર્ષ થઇ ગયા પણ ગ્રામજનો વિકાસથી વંચિત છે. ત્યારે ખેંટવા અને સાંડીયા ગામને જોડતો રસ્તો ડામર પાકો બનાવવા માટે ગ્રામજનોની માંગ કરાઇ છે. જેમાં ગ્રામજનોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જ્યારે બાળકોને શાળામાં અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

 

[google_ad]

ડીસા તાલુકાના ખેંટવા અને સાંડીયા ગામમાં વર્ષો જૂનો રસ્તો ડામર પાકો બનાવવા ગ્રામજનોની માંગ કરાઇ છે. જેમાં ગ્રામજનોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. જ્યારે સવાર-સાંજ દૂધ ભરાવવા માટે ગ્રામજનોને ખૂબ જ તકલીફ પડી રહી છે.

 

[google_ad]

જ્યારે લોકોને અન્ય પણ જરૂરી કામો અટવાઇ જાય છે. ચોમાસામાં તો રસ્તામાં વરસાદી પાણી ભરાતાં કાદવ-કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તામાં વાહનો ફસાઇ જવાના બનાવો બને છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા સરકારમાં આ 2 કિ.મી.ના રસ્તા માટે લેખિતમાં રજૂઆત કરાય તેવી માંગ કરાઇ છે.

 

From – Banaskantha Update


Share