બનાસકાંઠામાં તા. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે 2,000 લગ્ન : મતદાન ઉપર અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ

- Advertisement -
Share

તંત્ર અને રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે પૂરતાં પ્રયાસો કરાશે : ગત ચૂંટણીમાં જ્યાં મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું તેવા 10 મતદાન મથકોએ અવસર રથ દ્વારા મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવશે

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તા. 5 ડિસેમ્બર-2022 ના દિવસે થવાનું છે. લોકશાહીના આ પર્વે 100 ટકા મતદાન થાય તે માટે તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ મતદારોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.
જોકે, બનાસકાંઠા જીલ્લામાં મતદાનના દિવસે જ 2,000 લગ્નોના મૂર્હૂત હોવાથી મતદાન ઉપર સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
વિધાનસભાની ચૂંટણીઓ આવે હવે માત્ર એક માસનો જ સમય બાકી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગીની પ્રક્રીયાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

બીજી તરફ વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા આ ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે સેલ્ફી પોઇન્ટ સહીત અન્ય માધ્યમો થકી જાગૃતિ લાવવામાં આવી રહી છે.
આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં તા. 5 ડિસેમ્બરે મતદાનમાં મોટી ઓટ આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે શાસ્ત્રી બાલકૃષ્ણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘આ વખતે લગ્નના મૂર્હુત તા. 25 નવેમ્બરથી તા. 14 ડિસેમ્બર 2022 સુધી છે.

 

જેમાં તા. 5 ડિસેમ્બરે શુભ મુર્હૂત હોઇ બનાસકાંઠા જીલ્લામાં 1,500 થી 2,000 લગ્નો લેવાશે. નોંધનીય છે કે, 2017 ની સામાન્ય ચૂંટણીમાં જે વિધાનસભા મતદાર વિભાગના મતદાન મથકોમાં ઓછું મતદાન થયું હતું
તેવા 10 મતદાન મથકોએ અવસર રથ દ્વારા મતદાન વધારવા માટે અવસર રથ દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવીએ જણાવ્યું હતું કે, ‘આ રથ વધુ મતદાન થાય એ માટે લોકોને સમજાવશે.’

 

જે પરિવારોમાં લગ્ન હશે તેઓ વહેલી સવારથી જ પ્રસંગમાં રોકાયેલા હશે. જાનમાં જનારા અને માંડવાના મહેમાનો પણ પ્રસંગમાં વ્યસ્ત હશે. એક લગ્નમાં આશરે 70 લોકો રોકાયેલા રહે તો પણ 2,000 પરિવારોના 1,40,000 લોકો મતદાનથી અલિપ્ત રહે તેવી શકયતાઓ છે.
આ અંગે કરશનપુરાના લાલાજી ઠાકોરે જણાવ્યું કે,, ‘તા. 5 ડિસેમ્બરે બંને દીકરીઓના લગ્ન છે. જોકે, અમે લગ્નની વ્યસ્તતા વચ્ચે પણ પ્રથમ મતદાન કરીને પછી જ લગ્ન પ્રસંગ સાચવીશું. વેવાઇ પક્ષને પણ હાલથી જ જણાવી દીધું છે કે, મતદાન કર્યાં પછી જ જાન લઇને આવે.’

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘તા. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે લગ્ન પ્રસંગમાં સક્રીય રહેલાં લોકો મતદાન બૂથ સુધી જાય અને પોતાનો કિંમતી મત આપે તે માટે જે-તે ગામના સ્થાનિક કાર્યકરોને તેમના ઘરે મોકલી વધુમાં વધુ લોકોને સમજાવી મતદાન કરે તેવું આયોજન કરીશું.’

 

આ અંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘તા. 5 ડિસેમ્બરે લોકો લગ્ન પ્રસંગમાં જાય તે પહેલાં મતદાન બૂથે પહોંચે તે માટે અથવા તો સાંજના સુમારે પણ તેઓ અવશ્ય મતદાન કરે તે માટે અમો પૂરતાં પ્રયત્નો કરીશું.’
પાલનપુર નજીક જગાણામાં ડેડીકેટેડ ઇ.વી.એમ. વીવીપેટ વેર હાઉસમાં ઉપલબ્ધ ઇ.વી.એમ. અને વીવીપેટ પૈકી કઇ વિધાનસભા વિભાગમાં મોકલવા તે નક્કી કરવા માટે કલેક્ટર આનંદ પટેલ અને
રાજકીય પક્ષોના પ્રતિનિધીઓની હાજરીમાં કમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરાયું હતું. ઇ.વી.એમ. વીવીપેટ જે તે વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓને ફાળવવાની કાર્યવાહી કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!