પાકિસ્તાનથી પાસપોર્ટ વિઝા સાથે યુવક શરત ભંગ કરી ડીસાના ભીલડી આવતાં અટકાયત કરાઇ

- Advertisement -
Share

રાધનપુર ભીલડી આઉટ પોસ્ટ રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી : રાજસ્થાનના ઝાલોર જીલ્લામાં રહેવાની શરતો હોવા છતાં પરવાનગી વગર યુવતી સાથે ભીલડી રેલ્વે સ્ટેશન આવ્યો

 

પાકિસ્તાનથી પાસપોર્ટ વિઝા લઇને રાજસ્થાન આવેલો યુવક શરત ભંગ કરી યુવતી સાથે બનાસકાંઠા જીલ્લાના ભીલડી રેલ્વે સ્ટેશને આવ્યો હતો. જ્યાં રાધનપુર ભીલડી આઉટ પોસ્ટ રેલ્વે પોલીસની ટીમે તેને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
પાકિસ્તાનના સિંઘદેશ રાજ્યના બદીન જીલ્લાના ટંડો બાગોનો પ્રભુરામ મંગળ દેસાઇ (ઉં.વ. આ. 24) લોંગ ટાઇમ વિઝા લઇને રાજસ્થાનના જાલોર જીલ્લાના ભીનમાલ તાલુકાના રબારીયો કી ઢાંણી ગામમાં આવ્યો હતો.

 

જોકે, આ વિસ્તારના અધિકારીઓની પરવાનગી વગર વિઝાની શરત ભંગ કરીને તે કચ્છ જીલ્લાની યુવતી સાથે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ભીલડી રેલ્વે સ્ટેશને આવ્યો હતો.
જે બાંકડા ઉપર બેઠો હતો. ત્યારે રાધનપુર ભીલડી આઉટ પોસ્ટ રેલ્વે પોલીસની ટીમે તેને ઝડપી પાડયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

 

પાકિસ્તાનના સિંઘદેશ રાજ્યના બદીન જીલ્લાના ટંડો બાગોનો પ્રભુરામ મંગળ દેસાઇ માર્સલ આર્ટસ ટીચર છે. પોલીસે તેની પાસેથી પાકિસ્તાનનો પાસપોર્ટ, આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સ જપ્ત કર્યું હતું. જે તા. 29/10/2023 સુધીના વિઝા લઇને આવ્યો હતો.

 

બનાસકાંઠાના ભીલડી રેલ્વે સ્ટેશને આવેલો પાકિસ્તાની શખ્સ તેની સાથેની યુવતી સાથે બાંકડા ઉપર બેઠો હતો. જેની હીલચાલ શંકાસ્પદ જણાતાં રેલ્વે પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં તે હિન્દી ભાષી હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન વિઝાની શરતો ભંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!