પાલનપુરના રામપુરા નજીક ટ્રેક્ટરની ટ્રોલી પાછળ છકડો ઘૂસતાં યુવકનું મોત

- Advertisement -
Share

છકડા ચાલક યુવકને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

 

પાલનપુરથી માલણ માર્ગ ઉપર રામપુરા-સદરપુર નજીક રોડની સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ છકડો અથડાતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
પાલનપુરથી માલણ માર્ગ ઉપર રામપુરા-સદરપુર નજીક પસાર થતાં છકડા નં. GJ-08-AT-3285 રોડની સાઇડમાં ઉભેલા ટ્રેકટરની ટ્રોલી સાથે ધડાકાભેર અથડાયો હતો.
છકડામાં બેઠેલા વડગામ તાલુકાના નાંદોત્રા સીમમાં રહેતાં નરેશભાઇ ઉર્ફે લાલા રામસીભાઇ દેવીપૂજકને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.

 

જ્યારે છકડા ચાલક પાલનપુર હરિપુરાના કમલેશભાઇ કરશનભાઇ રાવળને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડયા હતા. વિજયભાઇ રામસીગભાઇ દેવીપૂજકે પાલનપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નાંદોત્રાના નરેશભાઇ દેવીપૂજક અને પાલનપુર હરિપુરાના કમલેશભાઇ કરશનભાઇ રાવળ બંને અલીગઢ ગામમાં મટન લેવા ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે અકસ્માત નડયો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!