વડગામમાં કોર્ટ મેરેજ કરી યુવક વતનમાં આવતાં 4 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

યુવતીના પરિવારના લોકોએ રૂ. 15,00,000 માંગણી કરી

 

વડગામના એક ગામમાં યુવતીનું સગપણ કર્યું હતું પરંતુ પરિવારે 2 વર્ષ અગાઉ સગપણ તોડી નાખ્યું હતું. તેમ છતાં યુવતીએ તેજ યુવક સાથે ઘરેથી ભાગી જઇ કોર્ટ મેરેજ કર્યાં હતા.
યુવક પરત ગામમાં આવતાં યુવતીના પિયરના લોકો તેને પરત લેવા આવ્યા હતા પરંતુ તેને જવાની ના પાડતાં તેના યુવકના પિતા પાસે રૂ.15,00,000 ની માંગણી કરી અને અપશબ્દો બોલી માર મારતાં વડગામ પોલીસ મથકે 4 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, વડગામ તાલુકાના એક ગામમાં યુવતીના સગપણ તેજ ગામના એક યુવક સાથે કર્યાં હતા પરંતુ યુવતીના માતા-પિતાએ 2 વર્ષ પહેલાં સગપણ તોડી નાખ્યું હતું.
પરંતુ આ યુવતીએ સગપણ કર્યું હતું તે યુવક સાથે ઘરેથી ભાગી જઇ અમદાવાદ જઇને કોર્ટ મેરેજ કર્યાં હતા. યુવક-યુવતી દિવાળીના તહેવારમાં પરત ગામમાં આવ્યા હતા ત્યારે યુવતીના પિયરના લોકો યુવતીને પાછી લેવા માટે આવ્યા હતા.
ત્યારે યુવતીના સસરાએ આ યુવતી જવાની ના પાડે છે તેમ કહેતાં આવેલ યુવતીના ભાઇઓએ તેના સસરા પાસે રૂ.15,00,000 માંગ્યા હતા.

 

જોકે, તેના સસરાએ સામાજીક રીતે જે રૂપિયા થતાં હોય તે આપવાનું કહ્યું હતું પરંતુ આ લોકોએ કોરા ચેક માંગ્યા હતા અને તેના સસરાએ આપ્યા હતા.
પરંતુ તે બાદ પણ આ લોકોએ તેના સસરાને અપશબ્દો બોલ્યા હતા. જે બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ યુવતીના સાસુ, સસરા અને જેઠને માર મારતાં બૂમાબૂમ થતાં અન્ય લોકો વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.
આ અંગે યુવતીએ અજયસિંહ રાણા, પ્રકાશજી રાણા (બંને રહે.વિઠોડા, તા.ખેરાલુ, જી. મહેસાણા), પ્રકાશજી રાજપૂત (રહે.પીલુચા તા. વડગામ) અને ગોવિંદસિંહ રાજપૂત (રહે. મામવાડા, તા.સિદ્ધપુર, જી.પાટણ) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!