બનાસકાંઠામાં પી.એમ. તા. 31 ઓક્ટોબરે પધારશે : થરાદથી રૂ. 8034 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે

- Advertisement -
Share

ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 31 ઓક્ટોબર-2022 ના રોજ બનાસકાંઠા જીલ્લાના થરાદથી રૂ. 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસ કાર્યોની જાહેરાત કરશે.

જીલ્લામાં પાણીને લગતાં વિવિધ કાર્યો જેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો.

 

તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે.

 

થરાદથી પાઇપલાઇન, ડીસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણી સંગ્રહની વધારાની સુવિધાઓ, નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!