અંબાજીમાં હૃદયરોગના હુમલાથી એક માઇભક્તનું મોત

- Advertisement -
Share

માઇભક્તના મોતથી શોકનો માહોલ છવાયો

 

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું અંબાજી જગ વિખ્યાત છે. અંબાજી મંદિરમાં બેસતા વર્ષ નિમિત્તે મંગળા આરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી.
અનેક લોકો ગુજરાતી બેસતા વર્ષ નિમિત્તે માઁ અંબાના દર્શન કરી પોતાના જીવનમાં નવા વર્ષની શરૂઆત કરતાં હોય છે.

જ્યારે અંબાજીમાં નોકરી કરતાં હસમુખભાઇ નામના વ્યક્તિ માઁ અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચ્યા હતા અને અંબાજી મંદિરમાં ગેટ નં. 2 નજીક ઉભા રહી આસ્થા સાથે માઁ અંબાની ધજાના દર્શન કરી રહ્યા હતા.

 

તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો હસમુખભાઇને આવતાં તે મંદિરમાં જ ઢળી પડયા હતા. જ્યારે ઘટનાને લઇ 108 એમ્બ્યુલન્સ ટીમને જાણ કરાઇ હતી.

 

જે બાદ 108 એમ્બ્યુલન્સ ટીમ મારફતે હસમુખભાઇને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને અંબાજી સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે હસમુખભાઇને મૃત જાહેર કર્યાં હતા.

 

આમ અંબાજી મંદિરમાં દર્શન કરી રહેલા અંબાજીના માઇભક્તનું હાર્ટએટેકથી મોત થતાં અંબાજીમાં શોકનો માહોલ છવાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!