ડીસાના સરકારી કોલ્ડસ્ટોરેજમાં રાત્રે ગેસ લીકેજ થતા દોડધામ, 2 કલાકની જહેમત બાદ ગેસ લીકેજ બંધ થયો

- Advertisement -
Share

ડીસામાં જલારામ મંદિર સામે આવેલા સરકારી કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે આકસ્મિક એમોનિયા ગેસ લીકેજ થયો હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક રહીશોએ જાણ કરતા જ ડીસા શહેર મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.

ડીસામાં સરકારી કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ થતાં દોડધામ મચી ગઈ હતી. શહેરમાં ભરચક રહેણાંક વિસ્તાર વચ્ચે બનેલા સરકારી કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીક થતાં બાજુમાં આવેલા એલડી પાર્ક સોસાયટીમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી.

એલડી પાર્કના રહીશોએ જાણ કરતા જ ડીસા શહેર મામલતદાર એસ.ડી બોડાણા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખાનગી કોલ્ડ સ્ટોરેજના સંચાલક પ્રવિણભાઇ માળીની મદદથી ગેજ લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધર્યો હતો.

 

બે કલાકની ભારે જહેમત બાદ આખરે ગેસ લીકેજ બંધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે, શહેરના મધ્યમાં બનેલા આ સરકારી કોલ્ડ સ્ટોરેજમાં અવારનવાર ગેસ લીકેજની સમસ્યા પ્રવર્તે છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી આજુબાજુના રહીશોની માગ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!