વાઈરલ મ્યૂટેશન 1 વર્ષની અંદર કોરોના વેક્સિનને નકામી બનાવી દેશે : નિષ્ણાતો

- Advertisement -
Share

મ્યૂટેશન એક વર્ષની અંદર કોરોના વેક્સિનને નકામી બનાવી દેશે તેવો વિશ્વના મોટાભાગના નિષ્ણાતોનો મત છે. પીપલ્સ વેક્સિન એલાયન્સ દ્વારા 28 દેશોના 77 એપિડેમિયોલોજિસ્ટ, વાઇરોલોજિસ્ટ્સ અને ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશિયાલિસ્ટના સર્વેમાં ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે. આ નિષ્ણાતોમાંથી ત્રીજા ભાગનાએ જણાવ્યું હતું કે 9 મહિના કરતાં ઓછા સમયગાળામાં વેક્સિન નકામી થઇ જશે. જ્યારે આઠમાંથી એક કરતાં ઓછા નિષ્ણાતો માને છે કે મ્યૂટેશન હાલની વેક્સિનને ક્યારેય બિનઅસરકારક નહી બનાવે. 88 ટકા નિષ્ણાતો માને છે કે ઘણા દેશોમાં વેકેસિનેશનનું પ્રમાણ સતત નીચું છે તે વેક્સિન રેઝિસ્ટન્ટ મ્યૂટેશન ઊભા થવાની સંભાવનામાં વધારો કરે છે.

Carnivac-Covની ક્લિનિકલ ટ્રાયલ્સ પાછલા ઓક્ટોબરમાં શરૂ કરવામાં આવી હતી જેમાં કૂતરા, બિલાડી, આર્કટિક ફોક્સિસ, મિન્ક્સ, ફોક્સિસ અને અન્ય પ્રાણીઓનો સમાવેશ કરાયો હતો. દરમિયાન, વિશ્વમાં કોરોના સંક્રમણની સ્થિતિ કથળતી જાય છે. સૌથી ખરાબ હાલત બ્રાઝિલની છે. પાછલા 24 કલાકમાં આ દેશમાં 86704 નવા કેસ નોંધાયા હતા અને 3668 દર્દીનાં મોત નોંધાયાં હતાં.

રશિયાએ વિશ્વની પ્રથમ પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન નોંધાવી છે તેમ રશિયાની એગ્રિકલ્ચર સેફટી નિયમનકાર રોઝેકહોઝનાડઝોરે બુધવારે જણાવ્યું હતું. નોંધનીય છે કે રશિયા પાસે માણસો માટેની ત્રણ કોરોના વાઇરસ વેક્સિન છે, જેમાંની સૌથી જાણીતી વેક્સિન સ્પુટનિક-૫ છે. મોસ્કોએ અન્ય બે વેક્સિન EpiVac Corona અને CoviVacને પણ મંજૂરી આપી છે. રોઝેકહોઝનાડઝોરના એક એકમે પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન તૈયાર કરી છે, તેમ નિયમનકારે જણાવ્યું હતું.

વિશ્વમાં પાછલા 24 કલાકમાં 5.41 લાખ લોકો કોરોના સંક્રમિત જાહેર થયા હતા. આ સમય દરમિયાન 10,854 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12.87 કરોડ લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે અને તેમાંથી 10.39 કરોડ લોકો સાજા થઇ ગયા છે અને 28.15 લાખ દર્દીના મોત થયાં છે.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!