ડીસાના બાઇવાડા નજીકથી પોલીસે દારુ ભરેલા પીકઅપ જીપડાલા સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે દારૂ, મોબાઇલ અને પીકઅપ જીપડાલુ સહીત રૂ. 4,16,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

ડીસા તાલુકા પોલીસની ટીમ બાઇવાડા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન દારુ ભરેલું પીકઅપ જીપડાલું ઝડપી પાડયું છે. જયારે પોલીસે પીકઅપ જીપડાલુ, દારૂ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,16,700 નો
મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સુચનાથી ડીસા તાલુકા પી.આઇ. એસ.એમ.પટણી ગઇકાલે રાત્રે પોલીસની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, એક પીકઅપ જીપડાલુ શાકભાજીના ખાલી કેરેટ નીચે દારૂનો જથ્થો ભરી જઇ રહ્યું છે. જેથી તાત્કાલીક ડીસા તાલુકા પોલીસની ટીમે ડીસા તાલુકાના બાઇવાડા ગામ નજીક નાકાબંધી કરી હતી.

 

તે દરમિયાન સામેથી આવી રહેલ પીકઅપ જીપડાલુ નં. GJ-08-Z-4700 ને રોકાવી તપાસ કરતાં ઉપર શાકભાજીના ખાલી કેરેટ મળી આવ્યા હતા.

 

જેથી પોલીસે કેરેટ હટાવી તપાસ કરતાં નીચેથી દારૂ અને બિયરની 1344 બોટલો મળી આવી હતી. આ અંગે પોલીસે ચાલક દેવારામ લાધારામ રબારી (રહે. રાજસ્થાન) વાળાની અટકાયત કરાઇ હતી.
જયારે પીકઅપ જીપડાલુ, દારૂ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,16,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!