દાંતીવાડામાં પ્રેમિકાને પામવા પતિએ જ પત્નીની હત્યા કરી અકસ્માતનું નાટકીય રૂપાંતર કર્યું : ભેદ ઉકેલાયો

- Advertisement -
Share

દાંતીવાડાના નાંદોત્રા ઠાકોરવાસમાં નવરાત્રિ દરમિયાન એક મહિલાનું અકસ્માતમાં મોત થયું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તપાસમાં પતિએ પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પતિ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોર વાસના ગોપાળસિંહ વાઘેલાના લગ્ન 10 મહિના અગાઉ વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબા જોડે થયા હતા.

 

જેઓ નવરાત્રિ દરમિયાન ગરબા જોઇને પરત આવી રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માતમાં કીસુબાનું મોત નિપજ્યું હોવા અંગે પોલીસ મથકે જાણ કરી હતી. જોકે, તેણીના મોતને લઇ શંકા જતાં પિયર પક્ષ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની ડીસા વિભાગના ડી.વાય.એસ.પી કૌશલ ઓઝા અને દાંતીવાડા પીએસઆઈ એસ.ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. જેમાં ગોપાળસિંહ વાઘેલાએ જ પત્ની કીસુબાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મૃતક
મૃતક કિશુબાની વિધવા માતાને પુત્રીની સાસુએ કહ્યુ હતુ કે, 4 ઓક્ટોબરની રાત્રે સાડા બાર વાગે દીકરી અને જમાઈ ગરબા જોવા ગયા હતા ત્યારે અકસ્માતમાં દીકરીનું મોત નીપજ્યું છે. જેથી તેઓ પરિવારજનો સાથે નાંદોત્રા ઠાકોરવાસ ગામે ગયા હતા.

 

જ્યાં કિશુબાના મૃતદેહને ઘરમાં કપડું ઢાંકી રાખ્યો હતો જે કપડું પાછું કરી જોતા પોતાની દીકરીના માથાના ભાગે વાગેલું હતું અને સામાજિક રીત રિવાજ મુજબ અંતિમવિધિ કરી વહેલી સવારે ચાર વાગે અગ્નિસંસ્કાર કરી દીધો હતો.

 

ગોપાળસિંહ વાઘેલાએ પ્રેમીકાને પામવા પત્નીના કપાળના ભાગે કોઈ હથિયાર વડે ફટકો મારી હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, ગોપાળસિંહ વાઘેલાએ 4 ઓક્ટોમ્બરના રાત્રે પત્ની સાથે થયેલી માથાકૂટમાં કીસુબાના કપાળના ભાગે હથિયાર વડે ફટકો મારી હત્યા કરી પુરાવા નાશ કરવા વહેલી સવારે મૃતદેહને અગ્નિસંસ્કાર કરી દીધો હતો.

 

દાંતીવાડા પીએસઆઇ એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું આરોપીની પૂછપરછ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો. આરોપીના સર્ટ પર લોહીના દાગ હતા. તેમજ ગાદલા અને જમીન પર ભોંય લીપણ કરેલું હતું ત્યાં લોહીના દાગ હતા જે એફએસએલની ટીમની મદદથી પુરાવા એકઠા કરી એક ધોકો કબજે લીધો છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!