કાંકરેજના ઉંબરી ગામમાં દોઢ વર્ષથી આંગણવાડી જર્જરીત હાલતથી બાળકો ઉપર ભયનો ખતરો

Share

કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે છેલ્લા દોઢેક વર્ષથી આંગણવાડી જર્જરીત હાલતમાં છે. આ આંગણવાડી તાત્કાલિક ઉતારવામાં નહી આવે તો બાળકો ઉપર ભયનો ખતરો મંડરાયેલો રહેશે. ઉંબરી ગામે આવેલ આંગણવાડી નંબર-4 છેલ્લા લગભગ દોઢેક વર્ષથી જર્જરીત હાલતમાં છે. જેમાં ઓસરીનો ભાગ એક થાંભલા પર લટકી રહ્યો છે અને આંગણવાડી કાર્યકરને પૂછતાં તેને જણાવ્યું હતું કે ‘અમે તાલુકામાં લેખિતમાં રજૂઆત કરી છે.

[google_ad]

આ આંગણવાડી છેલ્લા દોઢેક વર્ષથી એજ હાલતમાં છે અને જો આ આંગણવાડી ઉતારવામાં નહી આવે તો બાળકો ઉપર ભયનો ખતરો છે.’ ત્યાંના સ્થાનિક રહેવાસી કનુભા ખેમસિંગ વાઘેલા જણાવ્યું હતું કે ‘મેં પણ આંગણવાડી માટે આઈ.સી.ડી.એસ. વિભાગ શિહોરીમાં લેખિતમાં રજૂઆત કરી છે અને સુપરવાઈઝરને પણ રૂબરૂ કહેલ છે કે, આ એક થાંભલા ઓસરી લટકી રહી છે તો તેને આગળ રજૂઆત કરો અને આ કોઇનો ભોગ લેવાશે તો તેનો જવાબદાર કોણ રહેશે.’

 

From – Banaskantha Update


Share