લાખણીમાં આગથળા પોલીસે દારુ ભરેલી ગાડી સાથે એક શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 4,76,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠામાં આગથળા પોલીસે લાખણીથી જસરા રોડ વચ્ચે બાતમીના આધારે રેડ દરમિયાન દારૂ ભરેલું એક જીપડાલુ ઝડપી પાડયું છે.
પોલીસે 2,616 બોટલ દારૂ મળી કુલ રૂ. 4,76,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે એક શખ્સની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ આગથળા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, દિવાળીનો તહેવાર નજીક આવતાં બનાસકાંઠા જીલ્લા પોલીસે દારૂની હેરા-ફેરી કરતાં બુટલેગરો પર તવાઇ બોલાવી છે.
જેમાં શુક્રવારે આગથળા પોલીસ સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં હતા. તે દરમિયાન બાતમી મળેલી કે, લાખણીથી જસરા જતાં રોડ ઉપર તપાસ કરતાં એક શંકાસ્પદ જીપડાલુ નં. GJ-02-
Z-8095 જેમાંથી પોલીસે દારૂની 2,616 જેટલી બોટલો જેની કિંમત રૂ. 2,71,200 સહીત કુલ મુદ્દામાલ રૂ. 4,76,200 જપ્ત કર્યો હતો.
જયારે જીપડાલા ચાલક દિનેશકુમાર રાતડાની અટકાયત કરી હતી. આ અંગે આગથળા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!