કાંકરેજના શિહોરી-થરા હાઇવે પર ગાયને બચાવવા જતાં ટ્રક પલ્ટી ખાઇ ગઇ : ડ્રાઇવરનો આબાદ બચાવ

- Advertisement -
Share

ટ્રક પલ્ટી ખાતાં જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે ઉમટ્યા

 

કાંકરેજના શિહોરી-થરા વચ્ચે હાઇવે ઉપર બુધવારે એક મૂર્ચ્છિત પડેલી ગાયને બચાવવા જતાં ટ્રક ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ વચ્ચે પડેલી ગાયને ટ્રક ચાલકે બચાવવાના પ્રયત્નો કરતાં ટ્રક રોડની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.

ત્યારે બુધવારે કાંકરેજના શિહોરી-થરા વચ્ચે નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલક રાજસ્થાનથી જતાં નેશનલ હાઇવે ઉપર એક મૂર્ચ્છિત ગાયને રસ્તા વચ્ચે ટ્રક ચાલક બચાવવા જતાં ટ્રક ચાલકનું સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
જેના કારણે ટ્રક રોડની સાઇડમાં ઉતરી જતાં ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. જોકે, ટ્રક પલ્ટી ખાતાં જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રક ચાલકને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યાં હતા. જોકે, અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!