પાલનપુરના જગાણામાં ટ્રેકટર પલ્ટી ખાતાં 2 મજૂરો દટાયા : આગ ભભૂકી ઉઠતાં એક મજૂરનું મોત

- Advertisement -
Share

એક મજૂર ટ્રેક્ટર નીચે જગ્યા હોવાથી બહાર નીકળી ગયો

 

પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમના એક ખેતરમાં ખેત મજૂરી કરતાં એક મજૂર ટ્રેકટર લઇ હળ ચલાવવા નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક ટ્રેક્ટર પલ્ટી જતાં 2 મજૂર દટાયા હતા.
જોકે, એક મજૂર બહાર નીકળી ગયો હતો. જ્યારે ટ્રેક્ટરમાં આગ ભભૂકી ઉઠતાં અન્ય એક મજૂર ટ્રેકટર સાથે સળગી જતાં મોત નિપજ્યું હતું. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં આવેલ રતનપુર ગામના હરેશભાઇ ઓખાભાઇ ભટોળના ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરતાં કાળુભાઇ પરમારના કુટુંબીભાઇ
શકુરાભાઇ પુનાભાઇ પરમાર શુક્રવારે ટ્રેક્ટર લઇ આવ્યા હતા અને તેમણે એરંડાનું એક ખેતર હળી નાખ્યું હતું અને હળવા માટે બીજું ખેતર બતાવવા કહ્યું હતું.

 

જેથી કાળુભાઇ તેમની સાથે ટ્રેક્ટરમાં બેસી કાચા રસ્તા પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એકાએક ટ્રેકટર પલ્ટી ખાઇ ગયું હતું. જેથી કાળુભાઇ અને શકુરાભાઇ ટ્રેક્ટર નીચે ફસાઇ ગયા હતા. જોકે, ટ્રેક્ટર નીચે જગ્યા હોવાથી કાળુભાઇ દબાઇ અને બહાર નીકળી ગયા હતા જેમને ઇજાઓ થઇ હતી.

 

જ્યારે શકુરભાઇ ટ્રેક્ટરના હુડની એંગલ નીચે ફસાઇ ગયા હતા. જયારે ટ્રેક્ટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી કાળુભાઇએ બૂમાબૂમ કરતાં આજુબાજુથી લોકો એકત્ર થયા હતા અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ આગ ઓલવી શક્યા ન હતા અને ટ્રેક્ટર નીચે ફસાયેલા શકુરાભાઇ સળગી ઉઠયા હતા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. જે બાબતે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!